'તારક મહેતા કા....'ના ક્યા પૉપ્યુલર એક્ટરના પિતાનું કોરોનામાં થયું મોત? ત્રણ દિવસ પહેલાં હતાં પરિવારમાં લગ્ન ને........
મુંબઇઃ દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક રીતે પ્રસરી રહી છે, લોકો એક પછી એક મોતના મોંમાં ધકેલાઇ રહ્યાં છે. બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી પણ શોકના સમાચારો રોજ સામે આવી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma)માં ટપ્પૂની ભૂમિકા નિભાવી ચૂકેલા ભવ્ય ગાંધી (Bhavya Gandhi)ના પિતાન વિનોદ ગાંધીનુ કોરોના વાયરસથી નિધન થઇ ગયુ છે. તે મુંબઇમાં કોકિલાબેન અંબાણી હૉસ્પીટલમાં લગભગ 10 દિવસથી વેન્ટિલેટર પર હતા.
પરિવારમાં હવે મા અને એક ભાઇ.... વિનોદ ગાંધીના પરિવારમાં તેની પત્ની યશોદા ગાંધીના બે દીકરા નિશ્ચિત ગાંધી અને ભવ્ય ગાંધી છે. ભવ્ય ગાંધીના પિતાના નિધનના સમાચારથી તેના ફેન્સને પણ ઝટકો લાગ્યો છે.
3 દિવસ પહેલા હતા પરિવારમાં લગ્ન..... ખાસ વાત છે કે 3 દિવસ પહેલા 9 મેએ ભવ્ય ગાંધીની કજિન અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોગીનો રૉલ કરી રહેલા એક્ટર સમય શાહની બહેનના લગ્ન હતા. પિતનાની હાલત ખરાબ હોવાના કારણે ભવ્ય ગાંધીએ વર્ચ્યૂઅલ સેરેમની એટેન્ડ કરી હતી.
ચાર વર્ષ પહેલા છોડ્યો શૉ..... ભવ્ય ગાંધીએ 4 વર્ષ પહેલા 2017માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી દીધુ હતુ. તે શૉમાં જેઠાલાલ (દિલીપ જોષી) અને દયા બેન (દિશા વાકાણી)નો દીકરો ટપ્પૂનો રૉલ નિભાવી રહ્યો હતો.
લગભગ 9 વર્ષ સુધી શૉમાં કર્યુ કામ.... ભવ્ય ગાંધી વર્ષ 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં સામેલ થયો હતો. ટપ્પૂ લગભગ 9 વર્ષ સુધી આ શૉનો ભાગ રહ્યો હતો. તેને શૉમાં પોતાની દમદાર પરફોર્મન્સના કારણે પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી, અને ટપ્પૂ નામથી ખુબ જાણીતો થઇ ગયો હતો.