'તારક મહેતા કી.....'ની બબિતા ફસાઇ, દેશભરમાંથી લોકો કરી રહ્યાં છે તેની ધરપકડની માંગ, જાણો શું મામલો
મુંબઇઃ ટીવી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબિતા જી એટલે કે મુનમુન દત્તા મુશ્કેલી વધી ગઇ છે. દેશભરમાં લોકો એક્ટ્રેસ મુનમુન દત્તાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલુ જ નહીં ટ્વીટ પર પણ #ArrestMunmunDutta ટ્રેન્ડ કરી રહ્યું છે. આમાં મુનમુન દત્તા પર વિશેષ જાતિ પર ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામા આવી રહ્યો છે. ખરેખરમાં આ આખો વિવાદ મુનમુન દત્તાના એક વીડિયોથી શરૂ થયો છે. આમાં તે વિશેષ જાતિ માટે અપમાનજનક શબ્દનો પયોગ કરે છે.
એક યૂઝરે ટ્વીટર પર લખ્યું- આ કૉવિડ સંકટમાં જો વાલ્મિકી સમાજ કૉવિડ વૉરિયર બનીને સફાઇ ના કરે તો કુતરાના મોતે મરી જશો તમે. સન્માન કરો તેમનુ જેનાથી તમે સુરક્ષિત છે.
એક અન્ય યૂઝરે લખ્યું- આ કોઇ પહેલીવાર નથી જ્યારે કોઇનુ તેની જાતિના કારણે અપમાન કરવામાં આવ્યુ હોય, અને માત્ર માફી માંગીને મામલો રફાદફા કરવાની કોશિશ કરવામાં આવી એટલે અમે ધરપકડની માંગ કરી રહ્યાં છીએ.
મુનમુન દત્તાની આ કૉમેન્ટ સાંભળ્યા બાદ લોકો ભડકી ઉઠ્યા છે, અને તેમેન મુનમુન દત્તા પર જતિવાદ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે મુનમુન દત્તાએ આના પર પોતાની સ્પષ્ટતા કરી છે.
મુનમુન દત્તાએ પોતાના ટ્વીટર પર લખ્યું- તે તમામ લોકોનુ સન્માન કરે છે, અને તેને પોતાના વીડિયોમાંથી વિવાદિત ભાગ પણ કાઢી નાંખ્યો છે. મુનમુન દત્તા લખ્યું- આ એક વીડિયોના સંદર્ભમાં છે, જેને મે કાલે પૉસ્ટ કર્યો હતો, જ્યાં મારા દ્વારા વાપરવામાં આવેલા એક શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. આ અપમાન, ડરાવવા, અપમાનિત કરવા કે કોઇની ભાવનાઓને આહત કરવાના ઇરાદાથી ક્યારેય નથી કહેવામાં આવ્યુ.
મુનમુન દત્તા લખ્યું- મારી ભાષાના અવરોધના કારણે, મને ખરેખરમાં શબ્દના અર્થ વિશે ખોટી માહિતી આપવામા આવી હતી. એકવાર મને જ્યારે આનો અર્થ ખબર પડી તો મે તરતજ આ ભાગને હટાવી દીધો. મારો દરેક જાતિ, પંથ કે જેન્ડર સાથે એક વ્યક્તિના પ્રત્યે સન્માન છે, અને આપણા સમાજ અને રાષ્ટ્રમાં તેના અપાર યોગદાનને સ્વીકાર કરીએ છીએ.