Neon Pant Suit માં Munmun Duttaનો જોવા મળ્યો નવો અવતાર, વજન ઘટતા લાગી સુંદર
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા એક્ટિંગની સાથે સાથે પોતાની હોટનેસના કારણે ચર્ચામાં રહે છે. નિયમોન પેન્ટ સૂટમાં મુનમુન સિમ્પલ હોવા છતાં ગ્લેમરસ લાગી રહી છે. મુનમુન પોતાના અલગ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેન્સને મુનમુનનો આ નવો અવતાર ખૂબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં તે વેસ્ટર્ન આઉટફિટ્સ અને ગ્લેમરસ આઉટફિટ્સમાં અનેકવાર જોવા મળી છે. પરંતુ આ ક્લાસી લૂકે તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. પેન્ટ સૂટની સાથે મિનિમમ એક્સેસરી અને રેડ હીલ્સ પહેરી છે.
નોંધનીય છે કે મુનમુન જાણીતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનો રોલ નિભાવવા માટે ચર્ચામાં રહે છે. તે આ શોમાં ઘણા લાંબા સમયથી જોડાયેલી છે અને તેને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી છે.
મુનમુન તાજેતરમાં જ પોતાની ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં આવી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો હતો કે તેનું વજન વધી ગયું હતું પરંતુ બાદમા તેણે પોતાની ફિટનેસ પર કામ કર્યું અને તે ફરીથી સ્લિમ ટ્રિમ થઇ ગઇ છે.
તાજેતરમાં મુનમુનનું નામ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કો સ્ટાર રાજ અનાદકટ સાથે જોડાયું હતું. જેનું મુનમુને ખંડન કર્યું હતું. ટ્રોલર્સ પર ભડકતા એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ લખી હતી.મુનમુન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 6.3 મિલિયન ફોલોઅર્સ છે. તે પોતાની તસવીરો અને ડાન્સિંગ વીડિયો શેર કરતી રહે છે.