Pics: 7 વર્ષની ઉંમરમાં Taimurએ તાઇક્વાન્ડો કૉમ્પિટીશનમાં જીત્યો Gold મેડલ, ખુશીથી ઝૂમી ઉઠી મમ્મી કરીના કપૂર
Taimur Pics: કરીના કપૂર અને સૈફ અલી ખાનના લાડલા તૈમૂર અલી ખાને સમગ્ર પટૌડી પરિવારને ગૌરવ અપાવ્યું છે. તૈમૂરની નાનકડી ટીમે તાઈક્વાન્ડો સ્પર્ધામાં ગૉલ્ડ મેડલ જીતીને લોકોના દિલ જીતી લીધા છે. તૈમૂરની આ સિદ્ધિનો જોતાની સાથે જ મમ્મી કરિના કપૂર પણ ખુશીથી ઝૂમી ઉઠી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2 ડિસેમ્બરે મુંબઈમાં આયોજિત તાઈકવૉન્ડોની વાર્ષિક સ્પર્ધામાં તૈમૂર સહિત ઘણા સ્ટાર કિડ્સે ભાગ લીધો હતો, પરંતુ બધાને હરાવીને માત્ર 7 વર્ષના તૈમૂરે ગોલ્ડ મેડલ જીત્યો.
ત્યાં હાજર માતા કરીના કપૂર પુત્ર તૈમૂરની જીતની ખુશીમાં ઉછળી પડી હતી. સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં કરિના તૈમૂરના ગોલ્ડ મેડલને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે.
તૈમૂર ઉપરાંત કરણ જોહરના દીકરા યશ જોહરે પણ આ ગેમમાં ભાગ લીધો હતો.
આ ઈવેન્ટમાં રાની મુખર્જી પણ સામેલ થઈ હતી. આ દરમિયાન 'પૂજા અને ટીના' એટલે કે કરીના કપૂર અને રાની મુખર્જીએ પણ સાથે પૉઝ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે તૈમૂર અલી ખાન નાની ઉંમરથી જ અલગ-અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરતો જોવા મળે છે. કરીના ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના પુત્રની કુશળતાની ઝલક બતાવે છે.