તારક મહેતા કા.........'ની પીછેહઠ, ફરી ટોપ 5 શોમાં સ્થાન નહીં, જાણો ટીઆરપીમાં ટોપ ફાઈવ શો છે ક્યા ?
2021ની ચોથી ટીઆરપી યાદી આવી ગઇ છે. ટીઆરપીની યાદીમાં ફાઇવ ટોપ અન્ય નવા શોએ બાજી મારી છે. જો કે જૂના શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ને આ સપ્તાહમાં પણ નિરાશા મળી છે. “તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” ટોપ ફાઇવમાંથી બહાર થઇ ગયું છે. તો જાણીએ ટોપ ફાઇવમાં કયા શો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાંચમાં સ્થાન પર સ્ટાપ પ્લસનો જુનો શો “ યે રિસ્તા ક્યા કહેલાતા હૈ” આ શો 2009માં શરૂ થયો હતો. જો કે સમય સાથે શોના કિરદારમાં ફેરફાર થયા છે. હાલ શિવાંગી જોશી, મોહસિન ખાન મુખ્ય ભૂમિકામાં છે.
ચોથીના સ્થાન પર ઝી ટીવીનો શો “કુંડલી ભાગ્ય” છે 2017થી શરૂ થયેલા આ શો પણ લોકપ્રિય હોવાની સાથે ચર્ચિત છે. શોમાં શ્રદ્ધા આર્યા, ધીરજ ધૂપર મુખ્ય રોલ પ્લે કરી રહ્યાં છે.
ત્રીજા સ્થાન પર સ્ટાર પ્લસનો જ શો, “ગૂમ” છે. ગત સપ્તાહમાં પણ તે આ જ પોઝિશન પર હતો. આ શો 2020 ઓક્ટોબરમાં લોન્ચ થયો હતો. નીલ ભટ્ટ. આઇશા સિંહ, ઐશ્વર્યા શર્મા મુખ્ય ભૂમિકામાં છે.
બીજા સ્થાન પર સ્ટાર પ્લસનો શો “ઇમલી” છે. જે ગત સપ્તાહ બીજા સ્થાને હતો. આ શો 2020 નવેમ્બરમાં શરૂ થયો હતો પરંતુ ઝડપથી લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યો છે. શોમાં ગશમીર, મહાજની અને મયૂર દેશમુખ મહત્વની ભૂમિકામાં છે.
BARCએ ગુરૂવારે 23થી 29 જાન્યુઆરીની ટીઆરપીની યાદી જાહેર કરી. જેમાં શહેરી વિસ્તારમાં સ્ટાર પ્લસનો શો “અનુપમા” ટોપ પર છે. રૂપા ગાંગુલી અને સુધાંશું પાંડેની ભૂમિકાવાળો આ શો છેલ્લા કેટલાક સપ્તાહથી ટીઆરપીની રેસમાં પ્રથમ સ્થાને જોવા મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -