તારક મહેતાની... અંજલિ ભાભીથી લઇને બબિતા, ભીડે રિયલ લાઇફમાં છે આવા સ્ટાઇલિશ, જુઓ રિયલ લાઇફનો અંદાજ
મુંબઇઃ ટેલિવિઝન પર સૌથી લાંબી ચાલનારી સીરિયલ અને સૌથી પૉપ્યૂલર શૉમાં સામેલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક પાત્ર ખુબ ચર્ચિત છે. 2008થી ચાલી રહેલા આ શૉને લગભગ અત્યાર સુધી 3000થી પણ વધુ એપિસૉડ પ્રસારિત થઇ ચૂક્યા છે. શૉમાં જેઠાલાલથી લઇને બબિતા અને ભીડેથી લઇને અંજલિભાબી અને બાપુજી ખરેખરમાં રિયલ લાઇફમાં એકદમ સ્ટાઇલિશ છે. જુઓ શૉમા દરેક સ્ટારકાસ્ટનો રિયલ અંદાજ......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલીપ જોશી- શૉમાં મુંછોમાં દેખાતા દિલિપ જોશીની અસલ જિંદગીમાં મુંછો નથી. તે શૉમાં શરૂઆતી વર્ષોમાં જોડાયો હતો અને આટલા વર્ષો સુધી એક જ શૉમાં ટકીને તેને જેઠાલાલનુ પાત્ર જબરદસ્ત રીતે ભજીવી રહ્યાં છે. તેમને જબરદસ્ત પૉપ્યૂલારિટી પણ મેળવી છે.
અમિત ભટ્ટ- જેઠાલાલના બાપુજીની ભૂમિકા નિભાવનારને લોકો ઘરે ઘરે ઓળખે છે. બિલકુલ અલગ અંદાજમાં છે. અસલ લાઇફમાં તેમના માથામાં લાલ વાળ પણ છે, અને તે ખુબ હેન્ડસમ છે, અને ઓછી ઉંમરના પણ છે.
મુનમુન દત્તા- મુનમુન દત્તા વર્ષોથો શૉમાં બબિતા જીની ભૂમિકા નિભાવીને લોકોના દિલમાં વસી ગઇ છે. શૉથી તેને જબરદસ્ત પૉપ્યૂલારિટી મળી છે, અને તે અસલ જિંદગીમાં ખુબ ગ્લેમરસ છે, તે હંમેશા ચર્ચામાં પણ રહે છે.
સુનૈના ફૌજદાર- સનૈનાની શીમાં એન્ટ્રી ગયા વર્ષે જ થઇ છે. તે સીરીયલમાં અંજલિ ભાભીની ભૂમિકા નિભાવે છે. પોતાના રૉલથી ઉલટુ સુનૈના રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ છે.
મંદાર ચંદવાડકર- શૉમાં આત્મારામ ભિડેનો રૉલ કરનારા મંદાર પણ રિયલ લાઇફમાં ખુબ અલગ છે. મંદાર જાણીતો મરાઠી એક્ટર છે. તે પહેલા દુબઇમાં કામ કરતો હતો, બાદમાં તે મુંબઇ આવ્યો જ્યાં તેને આ શૉમાં કામ કરવાનોમો મોકો મળ્યો અને પૉપ્યૂલારિટી મળી ગઇ.