ફિલ્મ RRRની ટીમ ડાયરેક્ટર રાજા મૌલી, જુનિયર NTR અને રામચરણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, જુઓ PHOTOS
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બહુચર્ચિત RRR ની ટિમ ના ડાયરેક્ટર એસ એસ મૌલિ,ફિલ્મસ્ટાર જુનિયર એન ટી આર અને રામચરણે મુલાકાત લીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે ફિલ્મના કલાકાર જુનિયર એન ટી આર એ જણાવ્યું કે સરદાર પટેલ ને જ્યારે જોવા હોઈ ત્યારે માથું ઊંચું કરી ને જ જોવા પડે છે જેથી અમે પણ માથું ઊંચી કરી ને જ જોઈશું કદી પણ માથું નીચું નથી કરવાના.
અહીં આવીને અમારી એનર્જી વધી ગઈ છે. અમને ગુજરાતી જમવાનું પસંદ છે. અમદાવાદ અને બરોડામાં ઘણા ગુજરાતી મિત્રો છે. તેમણે કહ્યું કે સરદાર પટેલ માથું ઊંચું કરીને જીવવાનું શીખવાડે છે.
ડાયરેક્ટર એસ એસ મૌલિ,ફિલ્મસ્ટાર જુનિયર એન ટી આર અને રામચરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સેલ્ફી લીધી હતી.
ડાયરેક્ટર એસ એસ મૌલિએ જણાવ્યું કે અમારી મુવીના જે કિરદાર છે તે પણ સરદાર પટેલથી પ્રેરિત છે. સરદારની પ્રતિમા જોઈને પ્રભાવિત થયા છે જો કદાચ સરદાર પટેલ પર મુવી બનાવવાનો મોકો મળશે તો બનાવીશ.
એસ એસ મૌલિએ પત્રકારો સાથે વાત કરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતનો પોતાનો અનુભવ શેર કર્યો.