આ પાંચ એક્ટ્રેસે ફગાવી હતી Naagin 6ની ઓફર, તેજસ્વી પ્રકાશ લઇ રહી છે આટલી મોટી રકમ
મુંબઇઃ એકતા કપૂરના શો નાગિન- 6 શોએ ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી છે. આ શોમાં બિગ બોસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશ અને સિમ્બા નાગપાલ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે નિર્માતાઓએ નાગીનના રોલ માટે ટીવી ઈન્ડસ્ટ્રીની 5 જાણીતી હિરોઈનોનો સંપર્ક કર્યો હતો. પરંતુ આખરે એકતા કપૂરે તેજસ્વીની પસંદગી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાગિન 6 ના નિર્માતાઓ સૌથી પહેલા બિગ બોસ 13 સ્ટાર શહેનાઝ ગિલનો સંપર્ક કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, શહનાઝે આ શોની ઓફર ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે તે ટીવીમાંથી બ્રેક લઈને તેના પરિવારના સભ્યો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગે છે.
આ યાદીમાં બીજુ નામ ઈશ્ક મેં મરજાવાં ફેમ અભિનેત્રી અલીશા પંવારનું આવે છે. આ શો માટે અલીશાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં મેકર્સે તેને નકારી કાઢી હતી.
બિગ બોસમાં જોવા મળેલી માહિરા શર્માને પણ પ્રથાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જ્યારે માહિરાએ ઓડિશન આપ્યું પરંતુ કાંઇ નક્કી થઇ શક્યું નહી. નોંધનીય છે કે માહિરા વિલન તરીકે નાગીનની જૂની સીઝનનો ભાગ રહી ચુકી છે.
અભિનેત્રી હેલી શાહને પણ એકતા કપૂરના શોમાંથી ઓફર મળી હતી. રિપોર્ટ્સ અનુસાર, હેલી આ પહેલા પણ એક પ્રોજેક્ટ સાઈન કરી ચૂકી છે જેના કારણે તે આ શો કરી શકી નહીં.
નાગિન 5 માં સુરભી ચંદનાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું હતુ કે નિર્માતાઓ તેને નવી સીઝનમાં પણ લેવાનું વિચારી રહ્યા હતા. પરંતુ કાંઇ નક્કી થયું નહીં.
છેલ્લે, આ રોલ તેજસ્વી પ્રકાશના ખાતામાં આવ્યો અને આજે તે આ શોના એક એપિસોડ માટે 2 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.