હનિમૂન પર પતિ સાથે રોમેન્ટિક થઇ આરતી, એફિલ ટાવર સામે કર્યું લિપલૉક
ટીવી એક્ટ્રેસ આરતી સિંહે થોડા દિવસ પહેલા જ દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે. આ દિવસોમાં કપલ પેરિસમાં હનિમૂન એન્જોય કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પેરિસ હનિમૂનની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં બંને એકબીજાની બાહોમાં ખોવાયેલા જોવા મળે છે.
આ રોમેન્ટિક તસવીરોમાં આરતી સિંહ સફેદ રંગના શોટ ડ્રેસમાં જોવા મળી રહી છે. દીપક સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યો હતો.
આ હનિમૂન તસવીરો શેર કરતી વખતે આરતી સિંહે એક ખૂબ જ ખાસ કેપ્શન પણ લખ્યું હતું. અભિનેત્રીએ લખ્યું કે, દરરોજ પ્રેમમાં પડવું એ માત્ર તમારા પ્રેમના કારણે નહી પણ સન્માન માટે પણ છે.
આરતીએ આગળ લખ્યું, આખરે મેં એફિલ ટાવરની બહાર મારા સપનાની તસવીર લીધી.. મેં વચન આપ્યું હતું કે મારા લાઈફ પાર્ટનર સાથે પેરિસની ટ્રીપ કરીશ.
આ પહેલા કપલ હનિમૂન માટે કાશ્મીર ગયું હતું. આરતીએ તેની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે.આ સમય દરમિયાન પણ બંને એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક થઈ ગયા હતા. બંનેના આ ફોટા પણ ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા.
આરતી સિંહ અને દીપક ચૌહાણના 25 એપ્રિલના રોજ મુંબઈમાં ભવ્ય લગ્ન થયા હતા. ગોવિંદા સિવાય ટીવી અને બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સે ભાગ લીધો હતો.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.