માથા પર ચાંદલો, કાનમાં ઝૂમકાં... ગુલાબી સાડી પહેરી હિના ખાને કરાવ્યુ ફોટોશૂટ, જુઓ અદાઓ
Hina Khan Saree Look: ટીવી એક્ટ્રેસ હિના ખાન ફરી એકવાર ટ્રેડિશનલ લૂકમાં ધૂમ મચાવતી જોવા મળી હતી. હિના ખાન ટીવીની લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી છે. જે આ દિવસોમાં બ્રેસ્ટ કેન્સરની પીડામાંથી પસાર થઈ રહી છે. પરંતુ આ મુશ્કેલ સમયમાં પણ અભિનેત્રી તેના જીવનની દરેક ક્ષણને ખૂબ જ સુંદર રીતે માણી રહી છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની આ મનમોહક તસવીરો શેર કરી છે. જેમાં ફરી એકવાર હિનાનો ટ્રેડિશનલ લૂક જોવા મળ્યો હતો. તેણે ગુલાબી રંગની સાડી પહેરી છે. જે અભિનેત્રીએ પીળા બ્લાઉઝ સાથે કેરી કરી હતી.
આ તસવીરોમાં હિના ખાન જમીન પર બેસીને દીવા પ્રગટાવતી વખતે અનોખા પૉઝ આપી રહી છે. દરેક ફોટામાં તેનો લુક જોવા જેવો છે. અભિનેત્રીએ ગ્લૉસી મેકઅપ, કાનમાં મોટી બુટ્ટી અને કપાળ પર બિંદી સાથે તેની મોહક શૈલી પૂર્ણ કરી છે.
હિનાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. જેના પર તેના ચાહકો પણ પ્રેમ વરસાવી રહ્યા છે. સાડીમાં આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'સાડીની સદાબહાર સુંદરતા..'
હિના ખાન હાલમાં બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજ પર છે. તેની સારવાર ચાલુ છે. પરંતુ અભિનેત્રી પોતાનું કામ ચાલુ રાખી રહી છે.
હિના ખાનની કેરિયરની શરૂઆત ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી થઈ હતી. જેમાં તેણીએ અક્ષરા બનીને લોકોના દિલ જીતી લીધા હતા.