લગ્નના બે વર્ષ બાદ હનિમૂન પર ગયુ ટીવીનું આ કપલ, 'વિરાટ' અને 'પત્રલેખા'નો જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ
અભિનેત્રી ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ આ દિવસોમાં સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશન માણી રહ્યા છે. કપલની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક ફોટોમાં નીલ ઐશ્વર્યાને કિસ કરતો જોવા મળી રહ્યો છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9
અભિનેત્રી ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ આ દિવસોમાં સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશન માણી રહ્યા છે. કપલની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક ફોટોમાં નીલ ઐશ્વર્યાને કિસ કરતો જોવા મળી રહ્યો છે.
2/9
ઐશ્વર્યા અને નીલનો રોમેન્ટિક અંદાજ વાયરલ થયો છે. આ દરમિયાન ઐશ્વર્યા લાલ રંગના ઓવરકોટમાં જોવા મળી રહી છે.
3/9
નોંધનીય છે કે લગ્નના બે વર્ષ બાદ હવે ઐશ્વર્યા અને નીલ હનીમૂન પર ગયા છે.
4/9
ઐશ્વર્યા અને નીલના લગ્ન 30 નવેમ્બર 2021ના રોજ થયા હતા. તે દરમિયાન કપલ શોના શૂટિંગમાં વ્યસ્ત હતું અને હનિમૂન પર જઈ શક્યું ન હતું. હવે જ્યારે તેઓ કામથી ફ્રી છે ત્યારે બંને હનિમૂન પર ગયા છે.
5/9
ઐશ્વર્યા અને નીલ શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં જોવા મળ્યા હતા. આ શોમાં ઐશ્વર્યાએ પત્રલેખાની ભૂમિકા ભજવી હતી અને નીલે વિરાટની ભૂમિકા ભજવી હતી.
6/9
આ શો દરમિયાન જ બંનેની મુલાકાત થઈ હતી અને અહીંથી જ તેઓ પ્રેમમાં પડ્યા હતા.
7/9
શો દરમિયાન જ બંનેએ લગ્ન કરી લીધા હતા. હવે બંને આ શોનો ભાગ નથી. તેમણે શો છોડી દીધો છે. આ શો પછી ઐશ્વર્યા રિયાલિટી શોમાં જોવા મળી હતી.
8/9
ઐશ્વર્યા રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડીમાં જોવા મળી રહી છે. આ શોમાં ઐશ્વર્યાનું મજબૂત અને નીડર વ્યક્તિત્વ જોવા મળી રહ્યું છે. તે દરેક સ્ટંટ સારી રીતે કરી રહી છે.
9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 27 Sep 2023 01:02 PM (IST)