Anita Hassanandani Pics: સમુદ્ર કિનારે જુલ્ફો લહેરાવતી ટીવીની નાગિન અનિતાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો, જુઓ ફોટો
ટીવી એક્ટ્રેસ અનિતા હસ્સનંદાની ભલે નાના પડદાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App41 વર્ષની ઉંમરે પણ અનિતા હસ્સનંદાની પણ પોતાની સુંદરતાનો જાદુ બતાવવામાં ક્યારેય નિષ્ફળ નથી રહેતી અને તેની લેટેસ્ટ તસવીરો એનો પુરાવો છે.
હાલમાં જ અનિતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પતિ રોહિત સાથે પોઝ આપી રહી છે.
હાલના દિવસોમાં અનિતા હસનંદાની તેના પતિ રોહિત રેડ્ડી અને પુત્ર આરવ રેડ્ડી સાથે ગોવામાં વેકેશન મનાવી રહી છે.
અનિતા દરિયા કિનારે એક રિસોર્ટમાં રોકાઈ છે અને રિસોર્ટની બાલ્કનીમાંથી અનિતાએ ઘણા ફોટો શેર કર્યા છે.
આ દરમિયાન 'નાગિન' ફેમ અનિતા હસનંદાનીએ ક્વીન પિંક કલરનો કફ્તાન ડ્રેસ પહેર્યો છે અને તે પોતાના વાળ સાથે રમતી વખતે પોતાની સ્ટાઇલનો જાદુ ચલાવી રહી છે.
અનિતા 9 ફેબ્રુઆરી 2021ના રોજ એક પુત્રની માતા બની હતી અને ત્યારથી તે નાના પડદાથી દૂર છે, પરંતુ આ દરમિયાન તે જાહેરાતોનું શૂટિંગ કરી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.