Birthday Special: ફિલ્મોમાં એક્ટિવ નથી છતા કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર
Anshula Kapoor Net Worth: ફિલ્મ નિર્માતા બોની કપૂરની મોટી દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર બી-ટાઉનના લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
Anshula Kapoor Net Worth: ફિલ્મ નિર્માતા બોની કપૂરની મોટી દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર બી-ટાઉનના લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. જે આજે એટલે કે 29મી ડિસેમ્બરે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.
2/8
અંશુલા કપૂર ભલે એક્ટિંગની દુનિયામાં એક્ટિવ ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. આજે અંશુલા 33 વર્ષની છે. આવી સ્થિતિમાં અમે તમને તેમની લક્ઝરી લાઈફનો પરિચય કરાવી રહ્યા છીએ.
3/8
દરેક વ્યક્તિ જાણે છે કે બોની કપૂરે બે લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન મોના કપૂર સાથે થયા હતા. જેની સાથે તેને બે બાળકો અર્જુન અને અંશુલા કપૂર છે. બીજા લગ્ન શ્રીદેવી સાથે થયા હતા. જેની સાથે તેમને બે દીકરીઓ ખુશી કપૂર અને જાહન્વી કપૂર છે.
4/8
હવે બોનીના ત્રણ બાળકો અર્જુન કપૂર, જાહન્વી કપૂર અને ખુશી કપૂર એક્ટિંગની દુનિયામાં એક્ટિવ છે. પરંતુ અંશુલા બોલિવૂડમાં કામ કરી રહી નથી.
5/8
તેમ છતાં અંશુલા કપૂર લક્ઝરી લાઇફ જીવે છે.
6/8
એક રિપોર્ટ અનુસાર, અંશુલા કપૂરની કુલ સંપત્તિ 12 થી 14 કરોડ રૂપિયાની આસપાસ છે.
7/8
વાસ્તવમાં અંશુલા કપૂર સોશિયલ મીડિયા પર તેની એક પોસ્ટ દ્વારા લાખોની કમાણી કરે છે. આ સિવાય તે બ્રાન્ડ પ્રમોશનમાંથી પણ મોટી રકમ વસૂલે છે.
8/8
આ જ કારણ છે કે આજે તે એક્ટિંગમાં ન હોવા છતાં કરોડો રૂપિયાની માલિક છે. આ સાથે તેની પાસે BMW જેવી કાર પણ છે.
Published at : 29 Dec 2023 12:18 PM (IST)