Anupamaની Kavya સાડીમાં અપ્સરા જેવી સુંદર દેખાય છે, સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીત્યું
મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે શિમરી સાડી પહેરીને ગ્લેમરસ પોઝ આપી રહી છે.
મદાલસા શર્માએ આ ફોટોશુટમાં તેના લુકને લાલ લિપ્સટિક અને કર્લી વાળ સાથે પુરો કર્યો છે.
મદાલસા હાલ સ્ટાર પ્લસના શો અનુપમામાં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે. કાવ્યાના રોલમાં મદાલસાને દર્શકો પસંદ કરી રહ્યા છે.
મદાલસાને શોમાં જેટલી સ્ટાઈલીશ બતાવાઈ છે તેના કરતાં રિયલ લાઈફમાં તે ઘણી સુંદર અને સ્ટાઈલીશ લાગે છે.
મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે.
જો તમે મદાલસા શર્માના ફેન નથી તો તમે તેના ફોટો જોઈને અચુક ફેન બની જશો.
મદાલસા શર્માના ચાહકોની કોઈ કમી નથી. તેને ઈંસ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.