Anupamaa Stars Fees: રૂપાલી ગાંગુલીથી લઇને ગૌરવ ખન્ના સુધી, 'અનુપમા' શોના એક એપિસોડના બદલામાં મોટી ફી વસૂલે છે આ સ્ટાર્સ
Anupamaa Stars Fees: 2020 માં શરૂ થયેલો ટીવી શો અનુપમા આજે સૌથી વધુ લોકપ્રિય શો બની ગયો છે. આ શો TRP ચાર્ટમાં ટોપ પર છે. ચાલો જાણીએ કે આ શોની સ્ટાર કાસ્ટ કેટલી તગડી ફી લે છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9
Anupamaa Stars Fees: 2020 માં શરૂ થયેલો ટીવી શો 'અનુપમા' આજે સૌથી વધુ લોકપ્રિય શો બની ગયો છે. આ શો TRP ચાર્ટમાં ટોપ પર છે. ચાલો જાણીએ કે આ શોની સ્ટાર કાસ્ટ કેટલી તગડી ફી લે છે.
2/9
રૂપાલી ગાંગુલી આ શોમાં અનુપમાની મુખ્ય ભૂમિકામાં છે. Etimes ના અહેવાલો અનુસાર, અભિનેત્રી પહેલા દરેક એપિસોડ માટે 30 હજારથી 35 હજાર રૂપિયા ચાર્જ કરતી હતી. બાદમાં લોકપ્રિયતા વધવાની સાથે અભિનેત્રી હવે પ્રતિ એપિસોડ લગભગ 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
3/9
શોમાં અનુપમાના પ્રિન્સ ચાર્મિંગ અનુજ ઉર્ફે ગૌરવ ખન્નાની એન્ટ્રીએ શોની આખી વાર્તા બદલી નાખી. અભિનેતા શોમાં સૌથી પ્રિય કલાકાર છે. ગૌરવ પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા લે છે.
4/9
દરેક દર્શક સુધાંશુ પાંડેનો આઇકોનિક ડાયલોગ 'વનરાજ શાહ ઇઝ બેક' જાણે છે. આ શોથી અભિનેતાને સારી ઓળખ મળી છે. સુધાંશુ પાંડે ઉર્ફે વનરાજ પ્રતિ એપિસોડ લગભગ 1.5 લાખ રૂપિયા કમાય છે.
5/9
પાખી ઉર્ફે મુસ્કાન બામને શો 'અનુપમા'માં સૌથી લોકપ્રિય પાત્ર છે. અભિનેત્રી કથિત રીતે શો માટે પ્રતિ એપિસોડ રૂ. 27,000 થી રૂ. 30,000 ચાર્જ કરે છે.
6/9
આ શોમાં કાવ્યાનું પાત્ર ભજવનાર મદાલસા શર્મા પ્રતિ એપિસોડના 30 હજારથી 35 હજાર રૂપિયા ચાર્જ કરે છે. ચાહકો શોમાં કાવ્યાની સકારાત્મક ભૂમિકાને પસંદ કરી રહ્યા છે.
7/9
અનુપમાની કિંજુ બેબી એટલે કે નિધિ શાહ એક એપિસોડ માટે લગભગ 32 હજાર રૂપિયા ચાર્જ કરે છે. અભિનેત્રી કિંજલનું પાત્ર એટલું ફેમસ થઈ ગયું છે કે દર્શકો તેને એક આદર્શ વહુ માને છે.
8/9
તોશુ ઉર્ફે આશિષ મેહરોત્રાએ પોતાના પાત્રમાં ઘણા શેડ્સ દર્શાવ્યા છે. અહેવાલ મુજબ, કલાકાર શો માટે લગભગ 35 થી 40 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ લે છે.
9/9
અલ્પના બુચને બાની ભૂમિકામાં તરીકે સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. અભિનેત્રી કથિત રીતે શોમાંથી લગભગ 25,000 રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે.
Published at : 14 Jul 2023 10:17 AM (IST)