18 વર્ષની Ashnoor Kaurએ ટ્રેડિશનલ લૂકમાં વરસાવ્યો કહેર, શરમાતા અંદાજમાં આપ્યા પોઝ
'પટિયાલા બેબ્સ'ની અશનૂર કૌર ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી યુવા અભિનેત્રીઓમાંની એક છે, જેની અદભૂત લોકપ્રિયતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅશનૂર કૌર ક્યારેક તેના ટીવી શો માટે હેડલાઇન્સ બનાવે છે તો ક્યારેક તેની અનોખી ફેશન સેન્સ માટે લાઇમલાઇટમાં રહે છે.
તાજેતરમાં, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સંસ્કૃતિ પર આધારિત હતું. અશનૂર કૌરે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અશનૂર કૌર પણ 75 કલ્ચરલ બ્રાન્ડ એમ્બેસેડરમાંથી એક છે. આ કાર્યક્રમમાં અભિનેત્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઈવેન્ટમાંથી અશનૂર કૌરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
અશનૂર કૌરે પરંપરાગત ઓલિવ કલરનો પોશાક પહેર્યો છે, જેને તેણે સાઇડ દુપટ્ટા સાથે સ્ટાઇલ કર્યો છે.
18 વર્ષની અશનૂર કૌરે ખુલ્લા વાળથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ લૂકમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
'શોભા સોમનાથ', 'ઝાંસી કી રાની' જેવી સિરિયલોમાં કામ કરી ચુકેલી નાનકડી અશનૂર હવે મોટી થઈ ગઈ છે. હવે તે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની સુંદરતાનો જાદુ બતાવતી રહે છે.