Avika gor: ટીવીની આનંદીએ બ્લેક સાડીમાં શેર કરી સુંદર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
ટીવી ઈન્ડસ્ટ્રીની નાની 'આનંદી' એટલે કે અવિકા ગૌરે આજના સમયમાં ટોપ અભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ બનાવ્યું છે. અભિનેત્રી અત્યાર સુધી ઘણી સાઉથ અને હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે. અવિકા ગૌર તેની શાનદાર એક્ટિંગ માટે પણ જાણીતી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી એક્ટ્રેસ અવિકા ગૌરે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા સુંદર ફોટા શેર કર્યા છે. તસવીરોમાં અવિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ તેના ચાહકો હંમેશા તેની સ્ટાઇલને પસંદ કરે છે અને આ તસ્વીરોમાં પણ અભિનેત્રી પોતાની આકર્ષક સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે.
અવિકાએ બ્લેક કલરની સાડીમાં સુંદર તસવીરો શેર કરી છે. સાડી લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે. આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
આ સિવાય અવિકા ગૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે આવા સુંદર ફોટા શેર કરતી રહે છે, જેને ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે.
અવિકા ગૌર ટીવીમાં છોટી 'આનંદી'ના પાત્રથી ફેમસ થઈ હતી, જેના પછી તે આજે જાણીતો ચહેરો બની ગઈ છે. લાખો ચાહકો તેને ફોલો કરે છે અને તેને ખૂબ પ્રેમ કરે છે.
અભિનેત્રીનો એકદમ સિમ્પલ લૂક ફેન્સને પણ પસંદ આવી રહ્યો છે. અવિકાએ કેમેરાની સામે સુંદર અંદાજમાં પોઝ આપ્યા છે.
(તમામ તસવીરો અવિકા-ઈન્સ્ટાગ્રામ )