શહનાઝ ગીલથી લઇને હિના ખાન સુધી, Bigg Bossના એ સ્પર્ધકો જેમને શોએ બનાવ્યા સ્ટાર
બિગ બોસની દરેક સિઝનમાં ઘણી જાણીતી હસ્તીઓ સામેલ થાય છે
ફાઇલ તસવીર
1/9
બિગ બોસની દરેક સિઝનમાં ઘણી જાણીતી હસ્તીઓ સામેલ થાય છે. પરંતુ તેમાંથી થોડા જ કલાકારો સ્ટાર બની શકે છે. આજે અમે તમને આવા જ કેટલાક કલાકારો વિશે જણાવીશું.
2/9
ઘણા લોકો છે જેમની કારકિર્દી બિગ બોસના ઘરમાં પહોંચતા પહેલા જ પાટા પરથી ઉતરી ગઇ હોય છે પરંતુ બિગ બોસના ઘરમાં આવ્યા બાદ ઘણા લોકોને વધુ પ્રસિદ્ધિ મળે છે.
3/9
બિગ બોસ 15ની સ્પર્ધક તેજસ્વી પ્રકાશને બિગ બોસમાં આવ્યા પહેલા કોઇ ઓળખતુ નથી. પરંતુ આજે તેજસ્વી ઘરે ઘરે લોકપ્રિય થઇ ગઇ છે. અભિનયના દમ પર જાણીતી સેલિબ્રિટી બની ગઈ છે.
4/9
બિગ બોસ 6નો ભાગ રહી ચૂકેલી સની લિયોન જ્યારે ભારત આવી ત્યારે તેની સાથે પોર્ન સ્ટારની છાપ જોડાયેલી હતી. પરંતુ બિગ બોસ બાદ તેની કારકિર્દી બદલાઈ ગઇ હતી. તે આજના સમયમાં બોલિવૂડની જાણીતી હસ્તી બની ગઇ છે. તેણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.
5/9
બિગ બોસ 16 ની સ્પર્ધક રહી ચૂકેલી ટીના દત્તાએ શો દરમિયાન સારી ઓળખ ઉભી કરી હતી. દર્શકો તેને માત્ર પસંદ જ નથી કરી રહ્યા પરંતુ તેના માટે સપોર્ટ પણ દેખાઈ રહ્યો છે.
6/9
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સ્ટાર હિના ખાન બિગ બોસની 11મી સીઝનનો ભાગ બની હતી, જોકે તે પહેલાથી જ એક સ્ટાર હતી. પરંતુ શોની અંદર તેને દર્શકોનો એટલો પ્રેમ મળ્યો જે તેની અલગ ઓળખ બની ગયો.
7/9
શહનાઝ ગિલને આજના સમયમાં તમામ લોકો ઓળખે છે. શહેનાઝ ગિલ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે જાણીતી હતી, પરંતુ બિગ બોસના ઘરમાં તેની સફર બાદ શહનાઝ ગિલ ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. બિગ બોસ 13માં સિદ્ધાર્થ શુક્લા સાથેની તેની પરફેક્ટ કેમેસ્ટ્રીના આજે પણ લાખો ચાહકો છે.
8/9
બિગ બોસની ચોથી સીઝનમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા પહોંચેલી ડોલીને શોથી મોટી ઓળખ મળી હતી. જો કે તે પહેલાથી જ બોલિવૂડમાં કામ કરી રહી હતી, પરંતુ આ શો પછી તેને ન માત્ર એક અલગ ઓળખ મળી પરંતુ તેની કરિયરે ઉડાન ભરી હતી
9/9
અભિનેત્રી સુમ્બુલ બિગ બોસ 16 નો એક ભાગ છે અને શોની અંદર તેનું કાર્ડ સારી રીતે ચલાવી રહી છે. તે જાણે છે કે શોની અંદર કેવી રીતે લાઇમલાઇટમાં રહેવું. એટલા માટે દર્શકો તેની દરેક મૂવ માત્ર જોઈ રહ્યા નથી પરંતુ તેને પસંદ પણ કરી રહ્યા છે.
Published at : 20 Oct 2022 12:28 PM (IST)