Bigg Boss OTT 2 ફેમ અભિષેક મલ્હાન, પલક પુરસવાની અને આકાંક્ષા પુરીની મસ્તી કેમેરામાં થઇ કેદ
Bigg Boss OTT season 2: બિગ બોસ ઓટીટી સીઝન 2 ફેમ અભિષેક મલ્હાન, પલક પુરસવાની અને આકાંક્ષા પુરી નાઇટ આઉટ માટે એકઠા થયા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિગ બોસ ઓટીટી સીઝન 2 સ્પર્ધક અભિષેક મલ્હાનને મુંબઈમાં પલક પુરસવાની અને આકાંક્ષા પુરી સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. ત્રણેએ સાથે સારો સમય વિતાવ્યો હતો.
અભિષેક બંને અભિનેત્રીઓ માટે ગિફ્ટ પણ લાવ્યો હતો. અભિષેક શોમાં ફર્સ્ટ રનર અપ હતો. એલ્વિશ યાદવે ટ્રોફી જીતી હતી. અભિષેક, પલક અને આકાંક્ષા શહેરમાં એક સાથે આવ્યા અને ખૂબ જ મસ્તી કરી હતી.
ત્રણેયએ આ મીટિંગની ઘણી ફની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. ફોટામાં અભિષેક, પલક અને આકાંક્ષા ખૂબ જ મસ્તી કરતા અને એકબીજાની કંપનીની મજા માણતા જોઈ શકાય છે.
અભિષેક એક્ટ્રેસ માટે ગિફ્ટ લાવ્યો હતો અને તેણે ફોટોગ્રાફર્સ સાથે વાત કરતાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેઓએ મીડિયા સાથે પણ વાતચીત કરી અને ફિનાલે પછી એકબીજાને મળવાની ખુશી વ્યક્ત કરી હતી.
વાતચીત દરમિયાન અભિષેક મલ્હાને જણાવ્યું કે બબીકા ધુર્વેએ તેને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. પલક પિંક કલરના ડ્રેસમાં સુંદર લાગી રહી હતી, જ્યારે આકાંક્ષા ગ્રીન કલરના સાટન શોર્ટ ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી હતી.
અભિષેકે બ્લેક જીન્સ સાથે શાનદાર બ્લેક જેકેટ પહેર્યું હતું. પલક, અભિષેક અને આકાંક્ષા બિગ બોસ ઓટીટી સીઝન 2 માં એક સાથે જોવા મળ્યા હતા