Bigg Boss OTT માં આ હૉટ એક્ટ્રેસને મળે છે સૌથી વધુ ફી, અન્ય સ્ટાર્સને મેકર્સ કેટલી આપી રહ્યાં છે સેલેરી, જાણો અહીં......
Bigg Boss OTT Contestant Weekly Salary: ટીવીની સૌથી જાણીતા શૉ બિગ બૉસે પોતાની 15મી સિઝનની ધમાકેદાર શરૂઆત ઓટીટી પર કરી દીધી છે. આ વખતે શૉમાં કેટલાય જાણીતા ચહેરાઓ દેખાઇ રહ્યાં છે. દરરોજ તેમની વચ્ચે થઇ રહેલી લડાઇન અને ચર્ચા ફેન્સને ખુબ લોભાવી રહી છે. આજે અમે તમને આ રિપોર્ટમાં આ તમામ સ્ટાર્સને આપવામાં આવતી ફી અંગે બતાવી રહ્યાં છીએ. અહીં જુઓ શૉના કન્ટેસ્ટન્ટને કેટલી ફી દર અઠવાડિયે મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિદ્ધિમા પંડિત- ટીવીની જાણીતી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત આ શૉમાં હાઇએસ્ટ પેડ કન્ટેસ્ટન્ટ છે. રિદ્ધિમાને એક શૉ માટે દર અઠવાડિયે 5 લાખ રૂપિયા આપવામા આવે છે.
પ્રતિક સહજપાલ- કેટલાય રિયાલિટી શૉમાં ભાગ લઇ ચૂકેલા ટીવી એક્ટર પ્રતિક સહજપાલને મેકર્સ દર અઠવાડિયે 1 લાખ રૂપિયા આપી રહ્યાં છે.
કરણ નાથ- બૉલીવુડ એક્ટર કરણનાથને દર અઠવાડિયે 1.5 લાખ રૂપિયાની ફી આપવામાં આવે છે.
જીશાન ખાન- એક્ટર જીશાન ખાનને દર અઠવાડિયે 2.5 લાખ રૂપિયાની ફી આપવામાં આવે છે.
મૂસ જટાના- સોશ્યલ મીડિયાથી જાણીતી થયેલી મૂસ જટ્ટાના ઉર્ફે મુસ્કાનને શૉમાં રહેવા માટે દર અઠવાડિયે 1.5 લાખ રૂપિયાની ફી આપવામાં આવી રહી છે.
શમિતા શેટ્ટી- બૉલીવુડ એક્ટ્રેસ શમિતા શેટ્ટીને આ શૉમાં રહેવા માટે દર અઠવાડિયે 3.75 લાખ રૂપિયાની ફી આપવામાં આવે છે.
રાકેશ બાપટ- ફિલ્મ તુમ બિનથી પોતાની ઓળખ બનાવનારા એક્ટર રાકેશ બાપટને શૉનો ભાગ બનવા માટે દર અઠવાડિયે 1.2 લાખ રૂપિયા ફી આપવામાં આવી રહી છે.
દિવ્યા અગ્રવાલ- કેટલાય રિયાલિટી શૉમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલને દર અઠવાડિયે 2 લાખ રૂપિયાની ફી આપવામા આવે છે.
ઉર્ફી જાવેદ- ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદને દર અઠવાડિયે મેકર્સ 2.75 લાખ રૂપિયા ફી આપે છે.
મલિંદ ગાબા- પંજાબના જાણીતા સિંગર મિલિંદ ગાબાને મેકર્સ દર અઠવાડિયે 1.75 લાખ રૂપિયા ફી આપી રહ્યાં છે.
અક્ષરા સિંહ- ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહને મેકર્સ દર અઠવાડિયે મેકર્સ 1.75 લાખ રૂપિયાની રકમ આપી રહ્યાં છે.
નેહા ભસીન- જાણીતી સિંગર નેહાર ભસીનને દર અઠવાડિયે માટે મેકર્સ 2 લાખ રૂપિયાની રકમ આપી રહ્યાં છે.
નિશાંત ભટ્ટ- ડાન્સ દિવાને 3 અને કેટલીય ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી ચૂકેલા નિશાંત ભટ્ટને મેકર્સ દર અઠવાડિયે 1.2 લાખ રૂપિયાની ફી આપી રહ્યાં છે.