Devoleena Bhattacharjee Net worth: એક એપિસોડના આટલા રૂપિયા ચાર્જ કરે છે દેવોલિના, જાણો કેટલી છે તેની નેટવર્થ?
દેવોલિના ભટ્ટાચાર્ય ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં તે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'સાથ નિભાના સાથિયા'માં 'ગોપી' વહુની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલી દેવોલિનાના લગ્નના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા. હવે અભિનેત્રીએ તેના જીમ ટ્રેનર શાહનવાઝ સાથે સાત ફેરા લીધા છે, જેના કારણે તે ચર્ચામાં છે.
દેવોલિનાએ ટીવી પર ડેબ્યૂ કર્યું તે પહેલાં તે જ્વેલરી ડિઝાઇનિંગ કરતી હતી. દેવોલીનાએ 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ 2'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું.
દેવોલિના ત્યાર બાદ 'સવારે સબકે સપને પ્રીતો'માં બાનીનો રોલ કરતી જોવા મળી હતી. તેણે ગોપી વહુનું પાત્ર ભજવીને સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવોલિનાની કુલ સંપત્તિ લગભગ 7 કરોડ રૂપિયા એટલે કે 41 મિલિયન છે. એવું પણ કહેવાય છે કે દેવોલીનાએ સાથ નિભાના સાથિયાના નિર્માતાઓ પાસેથી એક એપિસોડ માટે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
બીજી તરફ, રિપોર્ટ અનુસાર, સલમાન ખાનના શો બિગ બોસ 13 માં અભિનેત્રી એક અઠવાડિયા માટે લગભગ 12 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી.
દેવોલીનાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. આ સાથે અભિનેત્રીએ B.Com ની ડિગ્રી પણ લીધી છે.
દેવોલિના એક ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાન્સર છે.
દેવોલિનાને ઇન્સ્ટાગ્રામ પર 3.1 મિલિયન લોકો ફોલો કરે છે
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.