Devoleena Romantic Photos: ટીવી એક્ટ્રેસ દેવોલિના પતિ સાથે કચ્છના સફેદ રણમાં પહોંચી, રોમેન્ટિક તસવીરો કરી શેર
Devoleena With Husband Romantic Photos: ટીવી જગતમાં 'ગોપી બહુ'ના નામથી ફેમસ દેવોલીના ભટ્ટાચાર્યએ તેના પતિ સાથેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેના માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી જગતની 'ગોપી બહુ'એ હાલમાં જ તેના પતિ શાહનવાઝ શેખ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે.
દેવોલિના અને શાહનવાઝ આ તસવીરોમાં સફેદ રંગના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. અભિનેત્રી તેના પતિ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
દેવોલિના પતિ સાથે ગુજરાતના કચ્છમાં આવેલું સફેદ રણ જોવા માટે પહોંચી હતી.
દેવોલિના અને તેના બોયફ્રેન્ડ શાહનવાઝ શેખના લગ્ન 14 ડિસેમ્બર 2022ના રોજ થયા હતા. બંનેએ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા.
આ લગ્ન બાદથી દેવોલીનાને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.
શાહનવાઝ સાથે લગ્ન કરતા પહેલા દેવોલીનાએ તેને 3 વર્ષ ડેટ કર્યો હતો. શાહનવાઝ ફિટનેસ ટ્રેનર છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.