'બબીતા જી'થી લઇને જેઠાલાલ, 'Taarak Mehta ...'શોના કલાકારોએ આટલો કર્યો છે અભ્યાસ
મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કાસ્ટની એજ્યુકેશન ક્વોલિફિકેશન જાણીને તમામ ફેન્સ આશ્વર્યચકિત થઇ જશે. અહી મુનમુન દત્તાથી લઇને દિલીપ જોશી સહિતના કલાકારો કેટલું ભણેલા છે તેની જાણકારી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ અંગ્રેજી ભાષામાં માસ્ટર્સની ડિગ્રી લીધી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલે કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં બેચલર્સની ડિગ્રી મેળવી છે. એટલું જ નહી દિલીપ જોશીને આઇએનટીથી બેસ્ટ સોફ્ટવેર એન્જિનિયરનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
આત્મારામ તુકારામ ભિડે એટલે કે મંદાર ચાંદવડકર દુબઇમાં એક મિકેનિકલ એન્જિનિયર છે. તારક મહેતામાં આવ્યા અગાઉ તેમણે સારી નોકરી છોડી હતી.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીના પતિ એટલે કે ઐય્યર વાસ્તવિક જીવનમાં મેરિન કોમ્યુનિકેશન્સમાં ડિપ્લોમા કર્યું છે. તનુજ મહાશબ્દેએ ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્રમાં થિયેટર પણ શીખ્યું છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તારક મહેતાની ભૂમિકા નિભાવનારા શૈલેશ લોઢાએ બેચલર્સ ઓફ સાયન્સની ડિગ્રી લીધી છે. એક્ટરે માર્કેટિંગમાં માસ્ટર્સ કર્યું છે.
આત્મારામાની પત્ની એટલે કે માધવી ભિડેએ હિસ્ટ્રી, ફેશન ડિઝાઇનિંગ અને થિયેટરમાં બેચલર્સ ડિગ્રી લીધી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાબેન એટલે કે દિશા વાકાણીએ એક્ટિંગ સ્ક્લિસને સારી બનાવવા માટે અમદાવાદની કોલેજમાંથી ડ્રામાટિક્સમાં ડિગ્રી લીધી છે.