Ghum Hai Kisikey Pyaar Meiinના સ્ટાર્સની એક દિવસની કમાણી જાણી ચોંકી ઉઠશો, પાખી કરતા સઇની કમાણી છે વધુ
સ્ટાર પ્લસનો સુપરહિટ શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ફરી એકવાર BARC રેટિંગ્સમાં ટોચના 5માં સ્થાન મેળવવામાં સફળ થયો છે. તે સૌથી વધુ જોવાયેલી સિરિયલોમાંની એક છે. શોના કલાકારોને પણ ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. સઈ, વિરાટ અને પાખીની ત્રિકોણ લવ સ્ટોરી ચાહકોને પસંદ આવી રહી છે. પરંતુ શું તમે આ શોના કલાકારોની એક દિવસની ફી જાણો છો. આ શોમાં નીલ ભટ્ટ, આયેશા સિંહ અને ઐશ્વર્યા શર્મા જેવા કલાકારો એક એપિસોડ માટે તગડી રકમ વસૂલી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિને-ટેલ્સના અહેવાલ મુજબ, નીલ ભટ્ટ શોમાં એસીપી વિરાટ ચવ્હાણની ભૂમિકા ભજવી રહ્યો છે. નીલ આ ટીવી શોના એક એપિસોડ માટે લગભગ 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે. સીરિયલમાં નીલના પાત્રની વાત કરીએ તો વિરાટ સઈના પ્રેમમાં પાગલ છે, જો કે, તેના લગ્ન માત્ર એક સમાધાન હોય છે. સઈ અને વિરાટની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
ડૉક્ટર સઈ જોશીની ભૂમિકા ભજવતી અભિનેત્રી આયેશા સિંહ આ શોની લાઈફ છે. તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. આયેશા આ શોના એક એપિસોડ માટે 80,000 રૂપિયા ચાર્જ કરે છે. તેની ફી પાખી કરતા પણ વધુ છે. તે આ શોમાં વિરાટની પત્નીનું પાત્ર ભજવી રહી છે. લીપ બાદ સઈ હવે શોમાં એકલી પોતાની દીકરીનો ઉછેર કરી રહી છે.
આ શોમાં પત્રલેખાનું પાત્ર ભજવી રહેલી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા પણ આ શો માટે તગડી રકમ વસૂલે છે. પત્રલેખા ઉર્ફે પાખીનું પાત્ર ભજવીને ઐશ્વર્યા ઘર-ઘર ફેમસ થઈ ગઈ છે. ઐશ્વર્યા શર્માને સઈના સોતનના રોલમાં ફેન્સ પસંદ નથી કરતા. ઐશ્વર્યા આ શોમાં એક એપિસોડ માટે 70,000 રૂપિયા ચાર્જ કરે છે.
શોમાં સમ્રાટની ભૂમિકા ભજવનાર યોગેન્દ્ર વિક્રમ સિંહને પ્રતિ એપિસોડ 40,000 રૂપિયા મળતા હતા. હાલમાં યોગેન્દ્રએ પણ શો છોડી દીધો છે. શોમાં ટ્વિસ્ટ આવ્યો અને સમ્રાટના પાત્રને સ્ક્રેપ કરવામાં આવ્યું. આ પછી પાખીએ વિરાટ સાથે લગ્ન કર્યા.
શોમાં ભવાની કાકુનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી કિશોરી શહાણેની એક દિવસની કમાણી 60 હજાર રૂપિયા છે. કિશોરીને આ શોથી જબરદસ્ત લોકપ્રિયતા મળી છે.
અભિનેત્રી મિતાલી નાગ આ શોમાં દેવી તાઈની ભૂમિકા ભજવી હતી. મિતાલીને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો. મિતાલી આ શોના એક એપિસોડ માટે 55,000 રૂપિયા ચાર્જ કરે છે. મિતાલીએ અચાનક જ શો છોડી દીધો હતો પરંતુ પછી પુનરાગમન કર્યું હતું.
શોની વાત કરીએ તો તેમાં પાંચ વર્ષનો લીપ લેવામાં આવ્યો છે. સઇ ચવ્હાણનું ઘર છોડીને તેની પુત્રી સવી સાથે એક નાનકડા ગામમાં જઈ રહી છે. જ્યારે પાખીને પરિવાર અને સઈ અને વિરાટના બાળક વિનાયકની તમામ જવાબદારીઓ નિભાવતી બતાવવામાં આવી છે.