Uorfi Javed Photos: લેંઘો પહેરીને કેમેરાની સામે આવી ઉર્ફી જાવેદ, શાહી અંદાજ જોઇને કોઇપણ થઇ જશે ફિદા
Uorfi Javed Photos: બિગ બૉસ સ્ટાર ઉર્ફી જાવેદ પોતાની ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેને લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી જાવેદ પીચ પેસ્ટલ કલરના લહેંગામાં જોવા મળે છે, જેને અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો છે.
આ ટ્રેડિશનલ લૂકમાં ઉર્ફી જાવેદ કોઈ રાજકુમારીથી કમ નથી લાગી રહી. તેની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
ઉર્ફી જાવેદે ખુલ્લા વાળ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે.
આ પહેલા પણ ઉર્ફી જાવેદે સંદીપ ખોસલા અને અબુ જાનીના ડિઝાઈનર આઉટફિટમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે.
અભિનેત્રીએ સાડીના પલ્લુને ખૂબ જ અનોખી રીતે લપેટ્યુ છે. જે તેને ખૂબ જ સારી રીતે સૂટ કરે છે.
ઉર્ફી જાવેદે અબુ જાની અને સંદીપ ખોસલાની ડિઝાઇનર ગૉલ્ડન સાડી પહેરીને કેમેરાની સામે પૉઝ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર પણ ઉર્ફી જાવેદની ફેશન સેન્સના પ્રેમમાં પડી ગઈ છે અને તેણે તેના વખાણ પણ કર્યા છે.