દેબિના અને ગુરમીતે શાનદાર રીતે મનાવી પોતાની વેડિંગ એનિવર્સરી, જુઓ તસવીરો

ટીવીના જાણીતા કપલ ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીએ 15 ફેબ્રુઆરી 2023ના રોજ તેમની મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
ટીવીના જાણીતા કપલ ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીએ 15 ફેબ્રુઆરી 2023ના રોજ તેમની મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી હતી.
2/8
ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીએ તેમની 12મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી હતી અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
3/8
આ દંપતીએ ગુલાબી અને સોનેરી શણગાર, કેક અને શેમ્પેઈનની બોટલ વડે તેમના ખાસ દિવસને વધુ યાદગાર બનાવ્યો હતો.
4/8
તેમની એનિવર્સરી પાર્ટી દરમિયાન ગુરમીત અને દેબિના એકબીજાના પ્રેમમાં સંપૂર્ણપણે ખોવાઈ ગયા હતા. બંનેએ સાથે મળીને કેક કાપી અને શેમ્પેઇન સાથે પાર્ટીની મજા માણી હતી.
5/8
આ દરમિયાન ગુરમીત બ્લેક પેન્ટ અને ટી-શર્ટમાં દેખાયો, જ્યારે દેબિનાએ શિમરી ડ્રેસ પહેર્યો હતો.
6/8
ફોટા શેર કરતા દેબિનાએ પતિ ગુરમીત માટે લખ્યું, “મારા પ્રેમ સાથે વધુ એક વર્ષ. ભગવાને આપણને 'આપણા' તરીકે જે કંઈ આપ્યું છે, તે ખૂબ જ દયાળુ છે."
7/8
ગુરમીત ચૌધરી પણ પોતાની લેડી લવ માટે પોતાના દિલની વાત કરતા જોવા મળ્યો હતો. અભિનેતાએ પોસ્ટ સાથે લખ્યું, "હેપ્પી એનિવર્સરી માર પાર્ટનરને. તેં મને ખરેખર પૂર્ણ કર્યો છે.
8/8
ગુરમીત અને દેબિનાની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો આ કપલ વર્ષ 2006માં એક સ્પર્ધા દરમિયાન મળ્યા હતા. બાદમાં બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને 'રામાયણ'માં રામ-સીતાની ભૂમિકા ભજવતી વખતે તેમના વાસ્તવિક જીવનમાં સંબંધો પણ અતૂટ બની ગયા. આ કપલે 2011માં લગ્ન કર્યા હતા. હવે તેમને લિયાના અને દિવિશા નામની બે દીકરીઓ છે.
Sponsored Links by Taboola