Himanshi Khurana Pic: તૂર્કીમાં ફરી રહી છે બિગ બોસ ફેમ હિમાંશી ખુરાના, શેર કર્યા ગ્લેમરસ ફોટો
હિમાંશી ખુરાના
1/7
પંજાબની સુંદરી હિમાંશી ખુરાનાને (Himanshi Khurana) કોઈ પરિચયની જરુર નથી. હિમાંશીએ ઈંડસ્ટ્રીમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.
2/7
પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિમાંશી એક જાણીતું નામ છે. હિમાંશી ઘણી પંજાબી ફિલ્મો અને મ્યુઝિક આલ્બમમાં કામ કરી ચુકી છે.
3/7
હિમાંશીએ ભલે મનોરંજનની દુનિયામાં પહેલાં જ નામ બનાવી લીધું હોય પરંતુ તેને દેશભરમાં ઓળખ બિગ બોસ 13 બાદ મળી હતી.
4/7
હાલના દિવસોમાં હિમાંશી તુર્કીના પ્રવાસે છે અને વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેના ઈંસ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે.
5/7
હિમાંશી તેના બોયફ્રેન્ડ આસિમ રિયાઝ સાથે તુર્કીમાં ફરી રહી છે. 13 જુલાઈએ આસિમનો બર્થ ડે હતો.
6/7
હિમાંશી અને આસિમ બિગ બોસ 13માં જ મળ્યા હતા અને ત્યારથી રિલેશનશિપમાં છે.
7/7
બિગ બોસ 13 પછી બંને ઘણા સમય સુધી તેમના સંબંધને છુપાવી રહ્યા હતા અને એક સાથે ફોટો પણ શેર કરવાથી બચતા હતા.
Published at : 14 Jul 2022 05:45 PM (IST)