Hina Khanએ ઉપરથી નીચે સુધી પહેર્યો ટ્રાન્સપરન્ટ ડ્રેસ તો થઇ ગઇ ટ્રૉલ, યૂઝર્સે કહ્યું- 'આ એ જ છે ને જે ઉમરાહ પર ગઇ હતી...'
Hina Khan In Hello Hall of Fame Awards 2023: હિના ખાનનો ફરી એકવાર એકદમ હૉટ લૂક સામે આવ્યો છે. હિના ખાન તાજેતરમાં જ હેલો હૉલ એવોર્ડ ફંક્શનમાં રેડ કલરનો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને ગઇ હતી, આમાં તે ખુબ જ હૉટ લાગી રહી હતી. પરંતુ તેના વિરોધીઓને આ પસંદ ના આવ્યુ અને તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાને તાજેતરમાં હેલો હૉલ ઓફ ફેમ એવોર્ડ્સ 2023માં પોતાની હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેત્રીનો લૂક અદભૂત લાગી રહ્યો હતો.
હિના ખાન આ ઈવેન્ટમાં ટ્રાન્સપરન્ટ રેડ ડ્રેસ પહેરીને પહોંચી હતી, અભિનેત્રી એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. પરંતુ સોશ્યલ મીડિયા પર આ તસવીરો સામે આવ્યા બાદ તેને ખરાબ રીતે ટ્રૉલ કરવામાં આવી હતી.
હિના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી અલગ અલગ રીતે પૉઝ આપતી જોવા મળી રહી છે.
આ તસવીરો શેર કરતાં એક્ટ્રેસ હિના ખાને લખ્યું- હું જાણું છું કે હું ફાયર છું, અને તમે તેમાં સળગવા માંગો છો. અભિનેત્રીના ફેન્સ તેની આ તસવીરો જોઈને ખુબ જ ખુશ છે, અને તેના ભરપુર કરી રહ્યાં છે, પરંતુ બીજીબાજુ ટ્રૉલર્સ અભિનેત્રીને ડ્રેસ મામલે નિશાન બનાવી રહ્યાં છે.
ખાસ વાત છે કે, હિના ખાન થોડા સમય પહેલા ઉમરાહ માટે ગઈ હતી. આવામાં કેટલાક લોકોએ તેને ટ્રૉલ કરવાનું શરૂ કર્યું હતુ અને પુછ્યું હતુ કે 'આ તો ઉમરાહ માટે ગઇ હતી, તો પછી એક મહિના માટે તો રોકાઇ શકતી હતી, આવો ડ્રેસ પહેરીને આવી ગઇ છે.'
વળી, એક યૂઝરે લખ્યું- 'શું આ એ જ હિના ખાન છે જે થોડા સમય પહેલા પોતાને પેક કરીને ઉમરાહ માટે નીકળી પડી હતી ?'
બીજા લખ્યું- ઉમરાહ પછી તો આ હાલત છે, તો કોઈએ કહ્યું- બધા સેલેબ્સ સરખા જ હોય છે.