વધુ એક ટીવી એક્ટ્રેસ કરવા જઇ રહી છે લગ્ન, કરિશ્મા તન્નાએ હલ્દી સેરેમનીની તસવીરો કરી શેર

1/9
મુંબઇઃ ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના લગ્ન કરવા જઇ રહી છે. કરિશ્મા તન્નાના લગ્ન અગાઉ પ્રી વેડિંગ ફંક્શન હલ્દી સેરમની યોજાઇ હતી. કરિશ્મા હલ્દી સેરેમનીની અનેક સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયા હતા.
2/9
કરિશ્મા તન્ના હલ્દીના આ વીડિયોમાં પેસ્ટલ લહેંગામાં જોવા મળી રહી છે. હલ્દી સેરેમનીની શાનદાર તસવીરો તેણે પોસ્ટ કરી હતી.
3/9
કરિશ્માની હલ્દી સેરેમનીના આ વાયરલ વીડિયોમાં કપલ વાઇટ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. કરિશ્માએ ફ્લોરલ જ્વેલેરી પહેરી છે.
4/9
કરિશ્માના ફેન્સે તેને આ ખાસ અવસર પર અભિનંદન આપી રહ્યા છે અને સારા ભવિષ્યની શુભકામના આપી રહ્યા છે.
5/9
નોંધનીય છે કે ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખેલાડી 10ની વિનર કરિશ્મા પોતાના બોયફ્રેન્ડ વરુણ બંગેરાની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. તે ઘણા સમયથી ડેટ કરી રહી હતી. વરુણ બંગેરા એક બિઝનેસમેન છે.
6/9
નોંધનીય છે કે કરિશ્મા અને વરુણે નવેમ્બર 2014માં ગુપ્ત રીતે સગાઇ કર્યા હતા અને હવે પાંચ ફેબ્રુઆરીના રોજ તે લગ્ન કરશે. હલ્દી સેરેમનીમાં પરિવારના લોકો સામેલ થયા હતા.
7/9
તમામ તસવીરો કરિશ્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
8/9
કરિશ્મા તન્ના
9/9
કરિશ્મા તન્ના
Sponsored Links by Taboola