રૂબિના દૈલિક સાથે બ્રેકઅપ, લગ્નના બે વર્ષમા ડિવોર્સ, આવી છે Avinash Sachdev ની લવ લાઇફ

ટીવી એક્ટર અવિનાશ સચદેવ આ દિવસોમાં બિગ બોસ ઓટીટી 2 માં જોવા મળી રહ્યો છે. બિગ બોસના ઘરમાં તેના અને ફલક નાઝના અફેરની ઘણી ચર્ચા થઈ રહી છે. આ પહેલા તે ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે.

ફોટોઃ ટ્વિટર

1/9
ટીવી એક્ટર અવિનાશ સચદેવ આ દિવસોમાં બિગ બોસ ઓટીટી 2 માં જોવા મળી રહ્યો છે. બિગ બોસના ઘરમાં તેના અને ફલક નાઝના અફેરની ઘણી ચર્ચા થઈ રહી છે. આ પહેલા તે ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે.
2/9
અવિનાશ સચદેવ આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યો છે. જોકે, લગ્નના બે વર્ષ બાદ જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
3/9
અવિનાશનું પહેલું અફેર ટીવી શો 'છોટી બહુ'માં લીડ રોલ કરનાર રૂબિના દિલૈક સાથે હતું. જોકે, બહુ જલદી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
4/9
અવિનાશ સાથેના બ્રેકઅપનું કારણ પણ રૂબિનાએ જણાવ્યું હતું. તેણે અવિનાશ પર તેની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો.
5/9
અવિનાશ સચદેવે વર્ષ 2015માં ટીવી એક્ટ્રેસ શામલી દેસાઈ સાથે સાત ફેરા ફર્યા હતા. જોકે બંનેએ લગ્નના બે વર્ષ બાદ જ ડિવોર્સ લઈ લીધા હતા.
6/9
છૂટાછેડા પછી અવિનાશે અભિનેત્રી પલક પુરસવાનીને ડેટ કરવાનું શરૂ કર્યું. બંનેએ એકબીજાને 4 વર્ષ સુધી ડેટ કર્યા અને ત્યારબાદ બંનેએ સગાઈ કરી લીધી.
7/9
અવિનાશ અને પલક સગાઈ પછી બહુ જલદી લગ્નના બંધનમાં બંધાવાના હતા. પરંતુ કોરોનાના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહી. ફેન્સને આશા હતી કે આ કપલ વર્ષ 2022માં લગ્ન કરી લેશે.
8/9
પરંતુ કદાચ ભાગ્યને કાંઇક બીજુ મંજૂર હતું. અચાનક અવિનાશ અને પલકના બ્રેકઅપના સમાચાર આવ્યા જેનાથી ફેન્સનું દિલ તૂટી ગયું.
9/9
બિગ બોસ ઓટીટીમાં અવિનાશ અને ફલક નાઝ વચ્ચે ઘણી નિકટતા જોવા મળી રહી છે. લાગે છે કે બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ ગઈ છે
Sponsored Links by Taboola