Shrenu Parikh Bachelorette Party: સુરભિ ચંદનાથી લઇને માનસી શ્રીવાસ્તવ સુધી, Shrenu Parikhની બેચરલ પાર્ટીમાં સ્ટાર્સે કરી ખૂબ મસ્તી
Shrenu Parikh Bachelorette Party: અભિનેત્રી Shrenu Parikh ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેના લગ્ન ડિસેમ્બરમાં છે. Shrenu Parikh તેના બોયફ્રેન્ડ અક્ષય મ્હાત્રે સાથે સાત ફેરા લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીએ લગ્ન પહેલા બેચલર પાર્ટી એન્જોય કરી હતી. તેની બેચલર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તેણે આ પાર્ટીને ખૂબ એન્જોય કરી હતી. તેણે પાર્ટીમાં મિત્રો સાથે ડાન્સ કર્યો હતો. પાર્ટીમાં Shrenu Parikhએ બ્લેક ચમકદાર ડ્રેસ પહેર્યો હતો અને તાજ પણ પહેર્યો હતો.
Shrenu Parikh ની પાર્ટીમાં ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. અભિનેતા કુણાલ જયસિંહ પણ પાર્ટી એન્જોય કરતો જોવા મળ્યો હતો.
ઈશ્કબાઝ ફેમ અભિનેત્રી સુરભી ચંદનાએ પણ પાર્ટીમાં રંગ જમાવ્યો હતો.
અભિનેત્રી માનસી શ્રીવાસ્તવે આ બેચલર પાર્ટીની તસવીરો શેર કરી છે. પાર્ટીમાં તે વ્હાઇટ ડ્રેસમાં સ્ટાઇલિશ લાગી રહી હતી.Shrenu Parikhની અક્ષય સાથે મુલાકાત ‘ઘર એક મંદિર’ ટીવી શોના શૂટિંગ દરમિયાન મળી હતી. ત્યારથી બંને એકબીજાની સાથે છે.