Kapil Sharma થી Hina Khan સુધી, આ TV સેલિબ્રીટી એક એપિસોડ માટે ચાર્જ કરે છે લાખો રુપિયા
ટીવી ઈન્ડસ્ટ્રીની સરખામણી બોલીવુડ સાથે ન થઈ શકે, પરંતુ કદાચ તમે એ ભૂલી રહ્યા છો કે ફિલ્મ સ્ટાર્સ કરતા ટીવી સ્ટાર્સ દરેક ઘરમાં વધુ લોકપ્રિય છે. આટલું જ નહીં, કેટલાક ટીવી સ્ટાર્સ એટલા લોકપ્રિય છે કે તેઓ એક એપિસોડ માટે મોટી રકમ લે છે. તો ચાલો તમને એવા કલાકારો વિશે જણાવીએ જે એક એપિસોડ માટે લાખો રૂપિયા લે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'બડે અચ્છે લગતે હૈં'ના રામ કપૂર પણ સફળ અભિનેતાઓમાંના એક છે. તે એક એપિસોડ માટે 1.25 લાખ રૂપિયા લે છે.
'બહેદ' અને 'બેપનાહ' જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી જેનિફર વિંગેટ નાના પડદાની સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. GQ અનુસાર, તે એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
સુનીલ ગ્રોવરે 'ધ કપિલ શર્મા શો'ના 'રિંકુ દેવી' અને 'ડૉ મશૂર ગુલાટી' તરીકે ઘણી ઓળખ બનાવી. GQ અનુસાર, તે એક એપિસોડ માટે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરતો હતો.
ફેમસ સિરીયલ 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી સૌથી મોંઘી ટીવી અભિનેત્રી છે. અનુપમાના ટોપ રેન્કિંગ બાદ અભિનેત્રીએ પોતાની ફી વધારી દીધી. GQના રિપોર્ટ અનુસાર, તે હવે એક એપિસોડ માટે 3 લાખ રૂપિયા લે છે.
કપિલ શર્મા કોમેડી જગતમાં જાણીતું નામ બની ગયો છે. આવી સ્થિતિમાં, તે ટીવીની દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી છે. GQ ઈન્ડિયા અનુસાર, કપિલ 'ધ કપિલ શર્મા શો'ના એક એપિસોડ માટે 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
મોંઘી અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તેમાં હિના ખાનનું નામ પણ સામેલ છે. અભિનેત્રી 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' થી ફેમસ થઈ હતી અને હવે તે એક એપિસોડ માટે 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' સહિત 40 સિરિયલો અને ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા રોનિત રોય મોંઘા કલાકારોની યાદીમાં સામેલ છે. GQ અનુસાર, તે હવે એક એપિસોડ માટે 1.25 લાખ રૂપિયા લે છે.
યે હૈ મોહબ્બતેંથી છવાઈ ગયેલી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી પણ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તે એક એપિસોડ માટે 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે.