Krystle Dsouza: દરિયા કિનારે એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસની જેમ આજની ટીવી અભિનેત્રીઓ પણ બોલ્ડનેસમાં ઓછી નથી. ઘણી ટીવી એક્ટ્રેસ તેમની બિકીની અને બીચ લુકથી દરેકને પ્રભાવિત કરે છે. હિના ખાન, નિયા શર્માથી લઈને અવનીત કૌર સુધી ટીવી અભિનેત્રીઓ જાણે છે કે કેવી રીતે તેમની સુંદરતાથી ચાહકોનું દિલ જીતવું. હવે ક્રિસ્ટલ ડિસોઝાના નવા અંદાજે ઇન્ટરનેટ પર આગ લગાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અભિનેત્રીએ તેના બીચ લુકથી ઈન્સ્ટા પર આગ લગાવી દિધી છે. ક્રિસ્ટલની બોલ્ડનેસ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. ક્રિસ્ટલ ડિસોઝાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે, જે એક્ટ્રેસના ગોવાના વેકેશનની છે. આ તસવીરોમાં ક્રિસ્ટલે પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે.

લુકની વાત કરીએ તો અભિનેત્રીએ બિકીની ટોપ સાથે પિંક પલાઝો અને લોંગ શ્રગ પહેર્યો છે. ક્રિસ્ટલે લાઇટ જ્વેલરી અને સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
ક્રિસ્ટલે આ લુકમાં ઘણા પોઝ આપ્યા છે. બીચ પરના દરેક ફોટામાં તે પોતાનો કિલર લુક બતાવી રહી છે.
ક્રિસ્ટલના આ ફોટામાં જોઈ શકાય છે કે તે રેતી તરફ જોઈને પોઝ આપી રહી છે. આ ફોટામાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
ક્રિસ્ટલ ડિસોઝા જાણીતી એક્ટ્રેસ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
(તમામ તસવીરો ક્રિસ્ટલ- ઈન્સ્ટાગ્રામ)