Karan Joharની આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં જોવા મળશે Shraddha Arya
તાજેતરમાં જ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ નિર્માતા કરણ જોહર સાથે તસવીરો શેર કરી છે. શ્રદ્ધા આર્યાએ બોલિવૂડ પ્રોડ્યુસર કરણ જોહર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરોમાં શ્રદ્ધા આર્યા કરણ જોહર સાથે પોઝ આપતી જોઈ શકાય છે. આ દરમિયાન તે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે.
જ્યારે શ્રદ્ધા બોડીકોન ડ્રેસમાં જોઇ શકાય છે. કરણ જોહર બ્લેક લુકમાં હંમેશાની જેમ જ વધુ સુંદર લાગે છે.આ તસવીરો શેર કરતાં શ્રદ્ધા આર્યએ કેપ્શનમાં લખ્યું છે કે, એક દિવસનું કામ પૂરું થઈ ગયું છે.
શ્રદ્ધાએ ખુલાસો કર્યો હતો કે તે કરણ જોહરના પ્રોડક્શન હાઉસ સાથે જોડાઇ છે. પરંતુ તેણે આ પ્રોજેક્ટનું નામ સિક્રેટ રાખ્યું હતું.
હવે 'ઈન્ડિયા ફોરમ્સ'ના રિપોર્ટ અનુસાર, શ્રદ્ધા આર્યા કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.