Pics: ટીવી સ્ટાર Hansika Motwaniના ટ્રેડિશનલ લૂકમાં દેખાયો ગ્લેમરસનો ટચ, લેટેસ્ટ તસવીરો ઉડાવી દેશે હોશ
Hansika Motwani Pics: નાના પડદા પર એક બાળ કલાકાર તરીકે અભિનય કેરિયરની શરૂઆત કરનારી હંસિકા મોટવાણી આજકાલ એકદમ ગ્લેમરસ લૂક્સ વાળી થઇ ચૂકી છે. એક્ટ્રેસે થોડીવાર પહેલા જ પોતાની શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ફિલ્મોની પૉપ્યૂલર એક્ટ્રેસ હંસિકા મોટવાણી (Hansika Motwani)ને આજે લોકો ઘરે ઘરે ઓળખે છે. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં તો તેને જલવો કાયમ છે જ, પરંતુ બૉલીવુડમાં પણ તેના અંદાજની ચર્ચા થઇ રહી છે.
હંસિકાએ પોતાની સુંદર તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે, ટ્રેડિશનલની સાથે વેસ્ટર્ન ટચ લઇને તે આ તસવીરોમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસના આ લેટેસ્ટ લૂકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. એક્ટ્રેસ અલગ અલગ પ્રકારના પૉઝ આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે છે, સોશ્યલ મીડિયા પર હંસિકા મોટવાણી (Hansika Motwani) ખુબ એક્ટિવ રહે છે, અને ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો જોઇ શકાય છે.
હંસિકા મોટવાણીએ ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે પોતાની અભિનય કેરિયરની શરૂઆત કરી હતી, અભિનેત્રીએ ટીવી સીરિયલ 'શકાલાકા બૂમ બૂમ'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 9 વર્ષની હતી.
તે સિરિયલ 'દેશ મેં નિકલા હોગા ચાંદ' અને રિતિક રોશન સાથેની ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં પણ બાળ કલાકાર તરીકે જોવા મળી હતી.
હિમેશ રેશમિયાની ફિલ્મ 'આપ કા સુરૂર'માં હંસિકા મોટવાણીને હીરોઈન તરીકે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પછી તે મનોજ બાજપેયીની ફિલ્મ 'મની હૈ તો હની હૈ'માં પણ અભિનેત્રી તરીકે જોવા મળી હતી. જોકે, તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ ઓળખ મેળવી શકી નથી.
હંસિકાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળ્યું. ત્યાં જ તેની કારકિર્દી શરૂ થઈ. હંસિકાએ એકથી વધુ હિટ ફિલ્મો આપી. હંસિકા મોટવાણી સાઉથ સિનેમાનું મોટું નામ બની ગઈ છે. આ દિવસોમાં તે ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
સોશ્યલ મીડિયા પર હંસિકા મોટવાણી (Hansika Motwani) ખુબ એક્ટિવ છે