માહી વિજ છે સોશિયલ મીડિયા સ્ટાર, કરિયર નહી પણ આ કારણે જય ભાનુશાળીએ કર્યા હતા સિક્રેટ લગ્ન
માહી વિજ અને જય ભાનુશાલી ટીવી ઇન્ડસ્ટ્રીઝના સૌથી જાણીતા કપલમાંથી એક છે. માહી વિજ હાલમાં ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાહી વિજને કલર્સના શો 'લાગી તુઝસે લગન' અને 'નકુશા'થી લોકપ્રિયતા મળી હતી. આ સિવાય માહી વિજે 'ઝલક દિખલા જા-4' અને 'નચ બલિયે-5'માં પણ ભાગ લીધો છે.
39 વર્ષીય માહી વિજે 'ખતરો કે ખિલાડી 5'માં પણ ભાગ લીધો હતો પરંતુ ઈજાને કારણે તેણે શો અધવચ્ચે જ છોડવો પડ્યો હતો.
માહી વિજ અને જય ભાનુશાલી લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને અંતે 2010માં તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ તેમણે આ વાત મીડિયાથી પણ છુપાવી હતી.
લગભગ એક વર્ષ સુધી તેઓએ લગ્નની વાત છુપાવી હતી. પોતાના સિક્રેટ વેડિંગ પર એક ઈન્ટરવ્યુમાં માહીએ કહ્યું હતું કે, 'એક તો મને આ છૂપાવવા જેવી બાબતો સમજાતી નથી, પરંતુ ત્યારે જય માત્ર 26 વર્ષનો હતો અને તેના મિત્રોના લગ્ન પણ નહોતા થયા.
જય ભાનુશાળીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે પોતાના કરિયરના કારણે લગ્ન છુપાવ્યા નહોતા. બધા કહેતા હતા કે તું છેલ્લે લગ્ન કરીશ. મારા પર ઘણું દબાણ હતું. મેં વિચાર્યું કે હું છોકરીને જવા પણ નહીં દઉં. મેં લગ્ન કરી લીધા અને માહીને કહ્યું કે આ વિશે કોઈને કહેતી નહીં.
જય ભાનુશાલી 'હેટ સ્ટોરી 2'માં સુરવીન ચાવલા અને સની લિયોન સાથે કામ કરી રહ્યો હતો અને ફિલ્મમાં જયના પણ ઈન્ટીમેટ સીન્સ હતા. આવી સ્થિતિમાં એવી અફવા હતી કે આ બાબત માહીને પરેશાન કરી રહી છે.
ત્યારબાદ માહી વિજે પોતે કહ્યું હતું કે દરેક કપલના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે પરંતુ બંને એકબીજાથી ખુશ છે. માહીએ ઐશ્વર્યા રાય-રિતિકના કિસિંગ સીનનું ઉદાહરણ આપી કહ્યુ હતું કે ફિલ્મમાં અભિષેક બચ્ચન પોતે હતો, પરંતુ આવો સીન હતો કારણ કે સ્ક્રિપ્ટની માંગ હતી.