ટીવીની આ અભિનેત્રીઓએ ઇન્ડસ્ટ્રીઝથી બહારના વ્યક્તિ સાથે કર્યા લગ્ન
શ્રદ્ધા આર્યાથી લઇને કરિશ્મા સહિત અનેક ટીવી એક્ટ્રેસિસે એક્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ બહારથી પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ અનુસાર મૌની રોય 27 જાન્યુઆરીએ બોયફ્રેન્ડ સૂજન નાંબિયાર સાથે લગ્ન કરશે. સૂજન પૂણે સ્થિત એક ઇવેન્ટ મેનેજિંગ કંપનીમાં કો-ફાઉન્ડર છે.
એક્ટ્રેસ નીતિ ટેલરે આર્મી કેપ્ટન પરીક્ષિત બાવા સાથે લગ્ન કર્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિશા વાંકાણીએ ચાર્ટડ એકાઉન્ટટ સાથે લગ્ન કર્યા છે.
સૌમ્યા ટંડને વર્ષ 2016માં સૌરભ દેવેન્દ્ર સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસનો પતિ બેન્કર છે.
એક્ટ્રેસ પૂજા બેનર્જીએ સંદીપ સેજવાલ સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસના પતિ નેશનલ લેવલના સ્વિમર છે.
કામ્યા પંજાબીએ શલભ દાંગ સાથે બીજી વાર લગ્ન કર્યા, શલભ ડોક્ટર છે.
ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ વિક્કી જૈન સાથે લગ્ન કર્યા, એક્ટ્રેસના પતિ બિઝનેસમેન છે. વિક્કી કોલસા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરની સાથે ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સેક્રેટરી છે.
રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્મા પહેલા વિદેશમાં નોકરી કરતા હતા. બાદમાં તે મુંબઇમાં સેટલ થઇ ગયા છે. તે એક ક્રિએટિવ કંપનીના માલિક છે.
કરિશ્મા તન્નાએ પાંચ ફેબ્રુઆરીએ વરુણ બંગેરા સાથે લગ્ન કરવા જઇ રહી છે. તેનો ફિયાન્સ રિયલ એસ્ટેટ કંપનીમાં ડિરેક્ટર છે.
કુંડલી ભાગ્ય ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ એક નેવી ઓફિસર સાથે લગ્ન કર્યા છે.