Munawar Faruqui Net Worth: લક્ઝરી લાઇફ જીવે છે મુનવ્વર ફારૂકી, કરોડો રૂપિયાનો માલિક છે બિગ બોસ-17નો વિનર
બિગ બોસ 17નો ગ્રાન્ડ ફિનાલે 28 જાન્યુઆરી, 2024ના રોજ યોજાયો હતો. મુનવ્વર ફારૂકી સલમાન ખાનના રિયાલિટી શોના વિજેતા બન્યા હતા. સ્ટેન્ડ-અપ કોમેડિયન અભિષેક કુમાર, મન્નારા ચોપરા, અંકિતા લોખંડે અને અરુણ શ્રીકાંત માશેટ્ટીને હરાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિગ બોસ 17 ની ટ્રોફી સાથે મુનવ્વરે 50 લાખ રૂપિયાની ઈનામી રકમ અને એક કાર જીતી હતી.
ટાઈમ્સ નાઉ અને ઝી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, મુનવ્વર ફારુકીની કુલ સંપત્તિ 8 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
મુનવ્વર સ્ટેન્ડ-અપ કોમેડી શો, મ્યૂઝિક આલ્બમ, રિયાલિટી શો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી મોટી કમાણી કરે છે.
બિગ બોસ 17ના વિજેતા મુનવ્વર ફારુકી એક સ્ટેન્ડ-અપ કોમેડિયન છે.ટાઈમ્સ નાઉના જણાવ્યા અનુસાર, તે તેના દરેક સ્ટેન્ડ-અપ કોમેડી શોમાંથી 1.5 લાખથી 2.5 લાખ રૂપિયાની કમાણી કરે છે.
મુનવ્વર ફારુકીના ઈન્સ્ટાગ્રામ પર 11.6 મિલિયન ફોલોઅર્સ છે. ઝી ન્યૂઝ અનુસાર, તે સ્પોન્સર્ડ પોસ્ટ માટે લગભગ 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, બિગ બોસ 17 માટે મુનવ્વર ફારુકીની ફી 7 લાખથી 8 લાખ રૂપિયા પ્રતિ સપ્તાહની વચ્ચે હતી. ફારુકી BB 17 હાઉસમાં 12 અઠવાડિયા સુધી રોકાયો હોવાથી તેનો અર્થ એ થશે કે તેને શો માટે 84 લાખથી 96 લાખ રૂપિયા મળ્યા હતા. 50 લાખ રૂપિયાની ઈનામી રકમ સાથે તેને 1.34 કરોડથી 1.46 કરોડ રૂપિયા મળ્યા છે.
ન્યૂઝ 9ના રિપોર્ટ અનુસાર, બિગ બોસ 17ના વિજેતાના કાર કલેક્શનમાં મહિન્દ્રા સ્કોર્પિયો, એમજી હેક્ટર અને ટોયોટા ફોર્ચ્યુનરનો સમાવેશ થાય છે.