બે વખત ડિવોર્સ લેનાર સાથે લગ્ન કરવાને લઇને ટ્રોલ થઇ હતી એક્ટ્રેસ, નેહાએ ટ્રોલર્સને કહ્યુ- 'હું પોતે વર્જિન નથી''
Nehha Pendse: લોકપ્રિય ટીવી શો 'ભાબીજી ઘર પર હૈ'માં જોવા મળેલી નેહા પેંડસેએ 36 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. નેહા સાથે લગ્ન કરતા પહેલા બિઝનેસમેન શાર્દુલ સિંહ બિયાસે બે વખત લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેહા પેંડસે ટીવી શો 'ભાબીજી ઘર પર હૈં'થી ઘણી ચર્ચામાં રહી હતી. અભિનેત્રી બિગ બોસ સીઝન 12માં પણ જોવા મળી હતી. નેહા ટીવી શો May I Come In Madam? જાણીતી બની હતી. નેહા તેના અંગત જીવનને લઈને પણ ઘણી ટ્રોલ થઈ છે.
હાલમાં જ નેહાએ ટ્રોલ્સને જવાબ આપતા કહ્યું હતું કે શાર્દુલના છૂટાછેડાની વાત લોકો શા માટે કરી રહ્યા છે? એવું નથી કે હું વર્જિન છું. એકબીજાના ઈતિહાસને જાણીને અમે ખુલ્લા દિલે સાથે આવવાનું નક્કી કર્યું છે. નેહા સાથે લગ્ન પહેલા જ શાર્દુલને બે બાળકો હતા.
નેહાએ કહ્યું કે શાર્દુલ પહેલાથી જ પરિણીત છે તે હકીકત છૂપાવવાનો તેણીનો ઈરાદો ક્યારેય નહોતો. શાર્દુલ અને મેં એકબીજાના ભૂતકાળને દિલથી સ્વીકાર્યા છે, તેથી તેના વિશે વાત કરવામાં કોઈ ડર નથી.
અભિનેત્રીએ કહ્યું હતું કે 'મેં આ પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, અમારા સંબંધોના શરૂઆતના મહિનાઓમાં અમે ભાગ્યે જ રોમેન્ટિક વાતચીત કરી હતી, ઘણી બધી વસ્તુઓ થઈ હતી, અમે બંને અમારા સંબંધોને લઈને સાવચેત છીએ'.
નોંધનીય છે કે નેહા શાર્દુલની પહેલી પત્ની અને તેના બે બાળકોને મળી છે અને હકીકતમાં તે તેની મોટી દીકરી સાથે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ છે. તેમના પ્રથમ લગ્ન લગભગ 10 વર્ષ પહેલા ખત્મ થયા હતા અને તેના બીજા લગ્ન પાંચ વર્ષ પહેલા ખત્મ થયા હતા
નેહા પેંડસેએ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું હતું કે, શાર્દુલના છૂટાછેડા અંગે લોકો શા માટે સવાલો પૂછે છે? હું પણ વર્જિન નથી.
નેહા પેંડસે પણ ફિલ્મોમાં જોવા મળી છે. તેણે 1999માં ‘પ્યાર કોઈ ખેલ નહીં’, ‘દાગઃ ધ ફાયર’ જેવી ફિલ્મોથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. એટલું જ નહીં નેહા પેંડસે ફિલ્મ ‘દેવદાસ’માં પણ જોવા મળી છે.