Janmashtami 2022: આ કલાકારોએ કૃષ્ણની ભૂમિકા ભજવી અને છવાઈ ગયા, જાણો કઈ સિરીયલમાં કોણ કૃષ્ણ બન્યું
સુમેધ મુદનાલકર 2018 માં પ્રસારિત થયેલા શો રાધાકૃષ્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ શોથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરભ રાજ જૈન 2013માં પ્રસારિત થયેલા શો મહાભારતમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. દર્શકોને આ શો ઘણો પસંદ આવ્યો. આ શો દ્વારા સૌરભને ઘણી ઓળખ મળી.
બીઆર ચોપરાની ક્લાસિક ટેલિવિઝન સિરીયલ મહાભારત જે 1998માં પ્રસારિત થઈ હતી. આ શોમાં નીતિશ ભારદ્વાજે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. 23 વર્ષની ઉંમરે કૃષ્ણનું પાત્ર ભજવીને નીતિશ રાતોરાત સ્ટાર બની ગયા હતા.
શ્રી કૃષ્ણ જે 1993 માં પ્રસારિત થઈ હતી. આ સિરિયલનું નિર્માણ રામાનંદ સાગરે કર્યું હતું. આ શોમાં સ્વપ્નિલ જોશીએ કૃષ્ણના કિશોર વયનો રોલ કર્યો હતો.
1993 માં આવેલી શ્રી કૃષ્ણ સિરીયલમાં સ્વપ્નિલ જોશીએ કિશોર વયના કૃષ્ણનો રોલ કર્યા બાદમાં સર્વદમન બેનર્જીએ યુવાન વયના કૃષ્ણનો રોલ કર્યો હતો. સર્વદમન બેનર્જીના આ રોલ માટે તેમના ખુબ વખાણ થયા હતા અને તેમને ખુબ પ્રસિદ્ધી મળી હતી.
'કહાની હમારે મહાભારત કી' સિરીયલ જે 2008માં પ્રસારિત થઈ હતી તેનું નિર્માણ બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોમાં મૃણાલ જૈને શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
શ્રી કૃષ્ણ સિરિયલમાં બાળ કલાકાર ધૃતિ ભાટિયાએ શ્રી કૃષ્ણનો રોલ કર્યો હતો. ધૃતિ છોકરી હોવા છતાં તેણે કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ધૃતિ પછી, મેઘન જાધવે કિશોરવયના કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલ સપ્ટેમ્બર 2009 સુધી પ્રસારિત કરવામાં આવી હતી.
સૌરભ પાંડેએ 2015ના શો સૂર્યપુત્ર કર્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. જો કે, શોમાં શ્રી કૃષ્ણની વાર્તાને મુખ્ય રીતે રજૂ કરવામાં આવી ન હતી.