PICS: ટાઇટ હાઇ-નેક ડ્રેસમાં પ્રેગનન્ટ Gauahar Khanએ કરાવ્યુ મેટરનિટી ફોટોશૂટ, ફ્લૉન્ટ કર્યો પોતાનો બેબી બમ્પ
Gauahar Khan PICS: ટીવી સ્ટાર ગૌહર ખાન હાલમાં ખુબ ચર્ચામાં ચાલી રહી છે. એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાનુ સ્પેશ્યલ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો હવે સામે આવી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બૉડીકૉન ડ્રેસમાં પોતાનો બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'બિગ બૉસ 7'ની વિનર ગૌહર ખાન બહુ જલદી માતા બનવા જઈ રહી છે. તે પતિ ઝૈદ દરબાર સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે ખુબ જ ઉત્સાહિત છે.
ગૌહર ખાને લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેના માટે અભિનેત્રીએ લાંબા હાઈ-નેક બૉડીકૉન ડ્રેસ પહેરેલો છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ગૌહર ખાન કલરફૂલ ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરીને પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
તેને પોતાના લૂકને પુરો કરવા માટે મિનિમલ મેકઅપ અને કર્લી વાળ રાખ્યા છે. ગૌહર ખાન પોતાના મેટરનિટી લૂકમાં અદભૂત લાગી રહી હતી.
થોડા દિવસો જ પહેલા ગૌહર ખાન માટે બેબી શૉવર સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના પડદાના કેટલાય સ્ટાર્સે હાજરી આપી હતી.
ગૌહર ખાને પોતાના પતિ ઝૈદ દરબાર સાથે બેબી શૉવરની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તે પોતાના પતિ સાથે તેના બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી પણ જોવા મળી હતી.
ગૌહર ખાને બેબી શૉવર માટે કલરફુલ લૉન્ગ લૂઝ ગાઉન પહેરેલુ હતુ, તે ન્યૂનતમ એક્સેસરીઝ અને ન્યૂડ મેકઅપમાં સુંદર લાગી રહી હતી.