ટીવી અને પંજાબી ફિલ્મોમાં સિક્કો જમાવ્યા બાદ હવે આ હૉટ એક્ટ્રેસ કરશે બૉલીવુડમાં એન્ટ્રી, આ સુપરસ્ટાર સાથે દેખાશે
મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ અને પંજાબી ફિલ્મોની હૉટ હીરોઇન ગણાતી સરગુન મહેતા આજકાલ ખુબ ચર્ચામાં છે. એક્ટ્રેસ આજકાલ સફળતી ટૉપ પર છે. ટીવી બાદ હવે પંજાબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો અને હવે એક્ટ્રેસ બહુ જલદી બૉલીવુડમાં પગ મુકવા જઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2009 માં સરગુન મહેતાએ પોતાની કેરિયરની શરૂઆત 12/24 કરોડ બાગથી કરી હતી, જોકે, આ શૉમાં સરગુન મહેતા સેકન્ડ લીડમાં હતી, છતાં તેને લોકોએ ખુબ પસંદ કરી હતી.
સરગુને તેરે મેરી લવ સ્ટૉરી, ફૂલવા, ક્યા હુઆ તેરા વાદા જેવા શૉની સાથે સાથે રિયાલિટી શૉ નચ બલિયે 5માં પણ કામ કર્યુ. સરગુને ટીવીની સાથે પોતાના તે સપનાને પણ પુરુ કર્યુ, જેના દ્વારા તેને એક્ટિંગમાં પગ મુક્યો હતો.
ટીવી પર સિક્કો જમાવ્યા બાદ સરગુને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો. સરગુન વર્ષ 2015માં આ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી, હવે તેને 7 વર્ષ પુરા થઇ ચૂક્યા છે.
પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સરગુને આ સાત વર્ષોમાં ખુબ પગ જમાવ્યો છે. તે કાલા શાહ કાલા, ઝલ્લે, કિસ્મત 2, લવ પંજાબ અને અંગ્રેજ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
સરગુન મહેતાની આ તમામ ફિલ્મો સુપરહીટ સાબિત થઇ હતી, ટીવી અને પંજાબી ફિલ્મોમાં જ નહીં પરંતુ કેટલાય મ્યૂઝિક વીડિયોમાં પણ સરગુન મહેતાને જોવામાં આવી ચૂકી છે. કિસ્મત અને તિતલિયા વરગા તેના કેટલાય ગીતો સુપરહિટ રહ્યાં છે.
હવે બૉલીવુડ ફિલ્મમોમાં પણ સરગુન મહેતાએ પગ મુકવા માટે તૈયારી કરી લીધી છે. આમ તો તેને છેલ્લા કેટલાય સમયથી ફિલ્મો માટે ઓફર મળતી રહેતી હતી, પરંતુ તે ખુદને એક શાનદાર કેરેક્ટરમાં જોવા માંગતી હતી.
સરગુને આ કારણે ખુબ ઇન્તજાર પણ કર્યો. હવે જલદી જ તે મિશન સિન્ડ્રૉલામાં દેખાશે. આ ફિલ્મમાં સરગુનને બૉલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરતા જોશો.