Taarak Mehta ka ooltah chashmah: શૉનું મુખ્ય પાત્ર લેવા જઇ રહ્યું છે બ્રેક, નામ જાણીને તમને પણ લાગશે ઝટકો
છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શૉમાંથી એક મુખ્ય પાત્ર બ્રેક પર જઇ રહ્યું છે. આ કેરેક્ટરનું નામ જાણીને ફેન્સને જરૂર આંચકો લાગશે, કેમ કે આ કેરેક્ટર છે દિલિપ જોષી
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
Taarak Mehta ka ooltah chashmah: ટીવીના પૉપ્યૂલર શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને લઇને એક મોટી ખબર સામે આવી છે, આ શૉને લઈને સમાચાર મળ્યા છે કે, છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શૉમાંથી એક મુખ્ય પાત્ર બ્રેક પર જઇ રહ્યું છે. આ કેરેક્ટરનું નામ જાણીને ફેન્સને જરૂર આંચકો લાગશે, કેમ કે આ કેરેક્ટર છે દિલિપ જોષી, એટલે કે જેઠાલાલ. જેઠાલાલ હવે આ શૉમાંથી ગાયબ થવા જઈ રહ્યાં છે.
2/7
એક્ટરનું નામ સાંભળીને તમને ઊંડો આંચકો લાગશે કારણ કે આ એક્ટર બીજું કોઈ નહીં પણ બધાના ફેવરિટ જેઠાલાલ છે.
3/7
દિલીપ જોષીએ ખુદ સોશ્યલ મીડિયા દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે.
4/7
વાસ્તવમાં, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની આ ધાર્મિક યાત્રા વિશે વાત કરતા દેખાઇ રહ્યાં છે.
5/7
વીડિયોમાં દિલીપ જોષી કહી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં જ તેમના પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જવાના છે અને આ દરમિયાન તેઓ અબુ ધાબીની પણ મુલાકાત લેશે.
6/7
આવી સ્થિતિમાં હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે દિલીપ જોષી થોડા દિવસો માટે શૉમાંથી બ્રેક લેશે. મતલબ કે શોના મુખ્ય પાત્ર જેઠાલાલ થોડા સમય માટે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માંથી ગાયબ થવા જઈ રહ્યા છે.
7/7
ઉલ્લેખનીય છે કે, શૉનું દરેક પાત્ર દર્શકોમાં ખૂબ જ ફેમસ છે પરંતુ શોનું મુખ્ય પાત્ર જેઠાલાલ બધાના ફેવરિટ છે. આવી સ્થિતિમાં જો દિલીપ જોષી થોડા સમય માટે શૉમાંથી ગાયબ થઈ જાય તો તેના ચાહકો નિરાશ થઈ શકે છે.
Published at : 30 Sep 2023 11:48 AM (IST)