Reem Sameer Shaikh Net Worth: ટીવીની આ 'લક્ષ્મી' પાસે છે કરોડો રૂપિયાની સંપત્તિ, એક એપિસોડના વસૂલે છે આટલા રૂપિયા

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રીમ સમીર શેખે બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આજના સમયમાં તે કરોડોની સંપત્તિની માલિક છે.

Reem Sameer Shaikh

1/9
ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રીમ સમીર શેખે બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આજના સમયમાં તે કરોડોની સંપત્તિની માલિક છે.
2/9
રીમ સમીર શેખ આજે ટીવીની જાણીતી અભિનેત્રી છે. તેણે 12 વર્ષ પહેલા એક્ટિંગ જગતમાં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
3/9
રીમ સમીર શેખે ટીવી શો 'નીર ભરે તેરે નૈના દેવી'થી ડેબ્યૂ કર્યું હતું. તે આ શોમાં 'લક્ષ્મી'ના રોલમાં જોવા મળી હતી.
4/9
આ પછી રીમ શેખે 'મી આજી ઔર સાહેબ', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'ના બોલે તુમ ના મૈને કુછ કહા 2', 'ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી', 'દિયા ઔર બાતી હમ', 'ચક્રવતી અશોક સમ્રાટ' જેવી સિરિયલ્સમાં જોવા મળી હતી.
5/9
રીમ શેખ છેલ્લે 'ફનાઃ ઈશ્ક મેં મરજાવાં'માં જોવા મળી હતી. અગાઉ તેણે 'તુઝસે હૈ રાબતા'માં લીડ રોલ કરી રહી હતી.
6/9
રીમ શેખે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 20 વર્ષની ઉંમરમાં રીમ સમીર કરોડોની સંપત્તિની માલિક છે. પ્રાઇમ્સ વર્લ્ડ અનુસાર, તેમની કુલ સંપત્તિ 14 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
7/9
રીમ શેખ ટીવી સિરિયલોમાં એક એપિસોડ માટે લગભગ 50 થી 60 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
8/9
રીમ ટૂંક સમયમાં કરણ કુન્દ્રા અને ગશ્મીર મહાજની સાથે 'ઈશ્ક મેં ઘાયલ'માં જોવા મળશે.
9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola