TMKOC Richest Star: TMKOCના સૌથી અમીર સ્ટાર કોણ છે? નેટવર્થ જાણીને ચોંકી જશો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાના પડદાનો સૌથી લોકપ્રિય શો છે. આ શો વર્ષોથી પ્રેક્ષકોને તેની અનોખી વાર્તા સાથે જોડવામાં સફળ રહ્યો છે. તારક મહેતા શોમાં જેઠાલાલ ચંપકલાલ ગડાનું પાત્ર ભજવીને દિલીપ જોષી દરેક ઘરમાં ફેમસ થયા છે. ચાહકો તેમને ખૂબ પ્રેમ કરે છે. અભિનેતાને પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા ફી મળે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 43 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુનમુન દત્તા આ શોમાં બબીતા અય્યરની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. મુનમુન ઉર્ફે બબીતા જીને શોમાંથી લગભગ 35,000 થી 50,000 રૂપિયા પ્રતિ એપિસોડ ચૂકવવામાં આવે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
શ્યામ પાઠક આ શોમાં પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવે છે અને કથિત રીતે તેઓ લગભગ 60,000 રૂપિયા ફી તરીકે લે છે અને તેમની નેટવર્થ 15 કરોડ રૂપિયાની આસપાસ છે.
શોમાં જેઠાલાલના પિતા ચંપકલાલ જયંતિલાલ ગડાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ કથિત રીતે પ્રતિ એપિસોડ 70,000 થી 80,000 ચાર્જ કરે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેમની કુલ સંપત્તિ લગભગ 16.4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
શોમાં મિસ્ટર અય્યરનું પાત્ર ભજવતા તનુજ મહાશબ્દે પ્રતિ એપિસોડ 65,000 થી 80,000 રૂપિયા ચાર્જ કરે છે અને તેમની કુલ નેટવર્થ 30 કરોડ રૂપિયા છે.
આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવાડકર કથિત રીતે લગભગ 80,000 રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે અને તેમની કુલ નેટવર્થ 10 કરોડ રૂપિયાની આસપાસ છે.
શોમાં માધવી આત્મારામ ભિડેની ભૂમિકા ભજવતી સોનાલિકા જોશી કથિત રીતે લગભગ 35,000 રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે અને તેની કુલ નેટવર્થ 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.