Celebs Left Shows: આ સ્ટાર્સે લોકપ્રિયતા મળ્યા બાદ હિટ શોને અલવિદા કહી દીધું

ફાઇલ તસવીર

1/7
મુંબઇઃ ટીવીના એવા કેટલાય કલાકારો છે જેમણે ભજવેલા પાત્રો એટલા હિટ થઇ જાય છે કે લોકો તેમના વાસ્તવિક નામ છોડીને તેમના પાત્રોના નામથી તેમને ઓળખે છે. આજે અમે તમને જણાવીશું કે કેટલાક એવા સ્ટાર્સના નામ જેમણે પોતાના ટીવી શોથી લોકપ્રિયતા મેળવી પરંતુ અધવચ્ચે જ શોને અલવિદા કરી દીધું હતું.
2/7
ટીવીની જાણીતી અભિનેત્રી હિના ખાન થોડા સમય પહેલા 'કસૌટી ઝિંદગી કે 2'માં કમૌલિકાના પાત્રમાં જોવા મળી હતી. પરંતુ થોડા સમય પછી હિનાએ આ લોકપ્રિય શોને અલવિદા કહી દીધું હતું.
3/7
'ભાબી જી ઘર પર હૈ' ના 'ગૌરી મેમ' એટલે કે નેહા પેંડસેએ પણ શોને અલવિદા કહી દીધું છે. તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હતો, તે પછી તેણે કહ્યું હતું કે તે આ શોને આગળ વધારી શકશે નહીં. હવે તેનું સ્થાન વિદિશા શ્રીવાસ્તવે લીધું છે.
4/7
નેહા પેંડસે પહેલા સૌમ્યા ટંડન 'ભાબી જી ઘર પર હૈં'માં 'ગૌરી મેમ'નું પાત્ર ભજવતી હતી, પરંતુ થોડા વર્ષો પછી સૌમ્યાએ અચાનક જ શોને અલવિદા કહી દીધું હતું.
5/7
8 વર્ષ સુધી 'કુમકુમ ભાગ્ય'નો ભાગ રહેલા શબ્બીર અહલુવાલિયાએ પણ શોને અલવિદા કહી દીધું હતું.
6/7
તમે 'ભાબી જી ઘર પર હૈં'ની 'અંગૂરી ભાભી' એટલે કે શિલ્પા શિંદેથી સારી રીતે પરિચિત છો. લોકો આજે પણ શિલ્પાને અંગૂરી ભાભીના નામથી બોલાવે છે, પરંતુ થોડા વર્ષો પહેલા શિલ્પાએ અચાનક જ આ શોને અલવિદા કહી દીધું હતું.
7/7
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિશા વાકાણી ઉર્ફે દયાબેને પ્રેગ્નન્સી દરમિયાન શોને અલવિદા કહી દીધી હતી, ત્યાર બાદ તે આજદિન સુધી પાછી ફરી નથી.
Sponsored Links by Taboola