'તારક મહેતા....'ની બબિતાએ 30 દિવસમાં ઘરે રહીને ઘટાડી દીધુ પોતાનુ વજન, હવે લાગે છે પહેલા કરતાં પણ વધુ હૉટ, જુઓ ટ્રાન્સર્મેશનની તસવીરો....
મુંબઇઃ મુનમુન દત્તાએ સોશ્યલ મીડિયા પર પોતાની 30 દિવસ પહેલાની અને અત્યારની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં ખુબ મોટુ અંતર જોઇ શકાય છે. એક મહિનાની અંદર એક્ટ્રેસમાં જોરદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુનમુન દત્તાએ આ તસવીરોને શેર કરતા પોતાના વેટ લૉસ જર્ની પણ ફેન્સની સાથે શેર કરી. તેને લખ્યું- ડાયેટ અને રેગ્યૂલર એક્સરસાઇઝથી મારી બૉડીમાં આ ચેન્જ જોવા મળ્યો. સારી વાત છે કે, ચાર મહિના વર્કઆઉટ ના કર્યા બાદ આ મારી એકવાર ફરીથી આદત બની ગઇ છે.
મુનમુને લખ્યું- પરફેક્ટ બૉડી મેળવવામાં હજુ સમય લાગશે. પરંતુ હું બરાબર ટ્રેક પર છું અને ખુબ મૉટિવેટેડ છું. આ એક જર્ની હશે, જેને લઇને હું ખુબ એક્સાઇટેડ છું.
મુનમુન દત્તા પૉપ્યૂલર ટીવી શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબિતાજીની ભૂમિકા નિભાવી રહી છે, અને તેની અને જેઠાલાલની વાતચીત હંમેશા મજેદાર રહે છે. આ શૉમાં તેની ભૂમિકાને ખુબ પસંદ કરવામાં આવે છે.
મુનમુન દત્તાએ તાજેતરમાં જ મુંબઇમાં પોતાનુ નવુ ઘર લીધુ છે. જેની તસવીરો પણ તેને સોશ્યલ મીડિયા પર પણ શેર કરી હતી. મુનમુને દિવાળી પહેલા જ પોતાના નવા ઘરમાં શિફ્ટ કર્યુ છે.
તેના નવી ઘરની તસવીરોને શેર કરતા તેને લખ્યું હતુ કે ઝીરોથી જર્ની કરતા આજે હું જ્યાં પણ પહોંચી છુ તેના માટે મને ખુબ ગર્વ છે.
મુનમુન દત્તા