મહાભારતમાં પણ જોવા મળી ચૂક્યો છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ટપ્પૂ, ભજવી હતી આ ભૂમિકા?
કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવી પર સૌથી લાંબો સમય ચાલતો શો છે. આ સાથે આ શોના પાત્રો પણ પોતાના પાત્રના નામથી દરેક ઘરમાં ફેમસ થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે આ શોના પાત્રો અન્ય કોઈ શોમાં દેખાય છે ત્યારે ચાહકો તેમને સરળતાથી ઓળખી પણ શકતા નથી. શું તમે જાણો છો કે શોમાં ટપ્પુના પાત્રમાં દેખાતો સ્ટાર મહાભારતમાં પણ જોવા મળ્યો હતો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક અભિનેતાએ ટીવી પર પ્રસારિત થનારી સિદ્ધાર્થ કુમાર તિવારી દ્વારા નિર્દેશિત મહાભારતમાં પણ કામ કર્યું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના પુત્ર એટલે કે ટપ્પુ ઉર્ફે ટીપેન્દ્ર જેઠાલાલ ગડાનો રોલ કરનાર રાજ અનડકટે મહાભારતમાં કામ કર્યું છે.
રાજ જ્યારે 15 વર્ષનો હતો ત્યારે સિદ્ધાર્થ કુમાર તિવારી દ્વારા નિર્દેશિત મહાભારતમાં કામ કર્યું હતું. આ શ્રેણીમાં રાજ કૌરવોના 100 ભાઈઓમાંનો એક બન્યો હતો.
તેણે હાલમાં જ સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'તે બહુ મહત્ત્વનું પાત્ર નહોતું, પરંતુ મેં કૌરવોના 100 ભાઈમાં ત્રીજા નંબરના ભાઈની ભૂમિકા ભજવી હતી.
અભિનેતાએ કહ્યું, 'મારા ચાહકો હવે મને જોઈ રહ્યા છે અને તેઓ મને સ્ક્રીન શોટ મોકલીને પૂછે છે કે શું હું છું? તેથી મને લાગ્યું કે આખરે હવે મારી નોંધ લેવામાં આવી રહી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.