વધુ એક એક્ટ્રેસે તારક મહેતાના મેકર્સ પર લગાવ્યા આરોપ , કહ્યુ- 'કૂતરાની જેમ ટ્રીટ કરતા હતા'
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મોનિકા ભદોરિયા બાવરી જીનું પાત્ર ભજવતી હતી. પરંતુ પેમેન્ટની સમસ્યાના કારણે તેણે શો છોડી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં તારક મહેતાના નિર્માતા અસિત મોદી સામે મોરચો ખોલ્યો હતો અને તેમના પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા.
અભિનેત્રીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે આ પછી વધુ એક અભિનેત્રીએ અસિત મોદી સામે અવાજ ઉઠાવ્યો છે.
અભિનેત્રી મોનિકા ભદુરિયાએ હવે અસિત મોદી સામે ખુલ્લેઆમ પોતાના મનની વાત કરી છે. અભિનેત્રીની વાત માનીએ તો તેણે કહ્યું કે તારક મહેતા શોમાં તેને ખૂબ હેરાન કરવામાં આવી હતી.
તારક મહેતાના શોમાં બાવરીનું પાત્ર ભજવવા માટે મોનિકા લોકપ્રિય હતી. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, અસિત મોદીએ મોનિકાનું પેમેન્ટ 3 મહિના માટે રોકી દીધું હતું. અભિનેત્રીએ વર્ષ 2019માં શો છોડી દીધો હતો.
મોનિકાએ જણાવ્યું હતું કે તેણે આખું વર્ષ પેમેન્ટ મેળવવા માટે સંઘર્ષ કર્યો. અસિત મોદીએ દરેક કલાકારના પૈસા રોકી રાખ્યા છે. તેણે એમ પણ કહ્યું કે તે સેટ પર તેની સાથે કૂતરા જેવો વ્યવહાર કરતો હતો.
મોનિકાએ શોના કલાકારોનો પણ ઉલ્લેખ કર્યો (તેના કહેવા પ્રમાણે) જેમના પૈસા રોકી દેવામાં આવ્યા છે.
અભિનેત્રી મોનિકાએ રાજ અનડકટ, ગુરુચરણના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે અભિનેત્રીએ કહ્યું- તેની પાસે પૈસાની કોઈ કમી નથી. પરંતુ તેઓ ત્રાસ આપવા માંગે છે.
અભિનેત્રીએ એ પણ જણાવ્યું હતું કે જ્યારે તેની માતા હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે પણ તારક મહેતાના નિર્માતાએ બિલકુલ સાથ આપ્યો ન હતો. અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે- તેણે નિર્માતાને કહ્યું હતું કે તે આવવાની સ્થિતિમાં નથી, તેમ છતાં તેને બળજબરીથી સેટ પર આવવા માટે કહેવામાં આવ્યું હતું.