Sonalika Joshi Pics: શ્રીનગરમાં વેકેશન માણી રહી છે 'તારક મહેતા'ની 'માધવી ભાભી', પતિ સાથે શેર કરી રોમેન્ટિક તસવીર

Sonalika Joshi Pics: માધવી ભાભી એટલે કે ટીવીના સૌથી લોકપ્રિય શો તારક મહેતાની અભિનેત્રી સોનાલિકા જોશી આ દિવસોમાં વેકેશન પર છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Sonalika Joshi Pics: 'માધવી ભાભી' એટલે કે ટીવીના સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા'ની અભિનેત્રી સોનાલિકા જોશી આ દિવસોમાં વેકેશન પર છે. હવે અભિનેત્રીએ વેકેશનની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/8
સોનાલિકા જોશી હાલમાં પતિ સાથે શ્રીનગરમાં વેકેશન માણી રહી છે. જેની તસવીરો અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
3/8
શોમાં હંમેશા સાડીમાં જોવા મળતી 'માધવી ભાભી' મોડર્ન લુકમાં જોવા મળી રહી છે. તસવીરોમાં તેણે બ્લેક જીન્સ સાથે મલ્ટીકલર્ડ શર્ટ કૈરી કર્યો છે.
4/8
આ તસવીરમાં અભિનેત્રી તેના પતિ સાથે હાથ જોડીને પોઝ આપી રહી છે.
5/8
વેકેશનની આ તસવીરો શેર કરતી વખતે સોનાલિકાએ લખ્યું- 'પ્રિય શ્રીનગર...મને સુંદર યાદો આપવા બદલ આભાર...'
6/8
સોનાલિકા જોશી પોતાની એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે દરરોજ તેની નવી તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.
7/8
સોનાલિકા જોશી છેલ્લા 15 વર્ષથી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડાયેલી છે. જેમાં તે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભીડેની પત્નીની ભૂમિકા ભજવે છે.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Sponsored Links by Taboola